app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

તમિલ એક્ટર મન્સૂર અલી ખાને અભિનેત્રી ત્રિશા કૃષ્ણનને લઇને આપ્યુ વાંધાજનક નિવેદન

Updated: Nov 20th, 2023

- મને લાગ્યું કે, તેમાં બેડરૂમ સીન હશે


નવી દિલ્હી,તા. 20 નવેમ્બર 2023, સોમવાર

તમિલ એક્ટર મન્સૂર અલી ખાન પોતાના વિવાદિત નિવેદનને લઇને ફરી એકવાર ચર્ચામા આવ્યા છે.વાસ્તવમાં ત્રિશા અને મન્સૂર અલી ખાને હાલમાં જ આવેલી ફિલ્મ 'લિયો'માં કામ કર્યું હતું. જોકે, બંનેએ સાથે સ્ક્રીન શેર કરી નથી. તમિલ સિનેમાની આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી છે. આ ફિલ્મમાં લીડ હીરોની ભૂમિકા તમિલ સિનેમાના સુપરસ્ટાર થલાપતી વિજયે ભજવી હતી, જ્યારે ત્રિશા કૃષ્ણન આ ફિલ્મમાં હિરોઈનની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં મન્સૂર અલી ખાનનો પણ નાનો રોલ હતો.

મન્સૂર અલી ખાને શું કહ્યું?

મન્સૂર અલી ખાને એક ઇન્ટરવ્યુ દરમિયાન ત્રિશા વિશે કહ્યું, 'જ્યારે મને ખબર પડી કે હું ત્રિશા સાથે કામ કરી રહ્યો છું, ત્યારે મને લાગ્યું કે, તેમાં બેડરૂમ સીન હશે. મેં વિચાર્યું કે હું ત્રિશાને ઉપાડીને બેડરૂમમાં લઈ જઈશ. મેં મારી અન્ય ફિલ્મોમાં સીન દરમિયાન ઘણી અભિનેત્રીઓ સાથે આવું કર્યું છે. મેં રેપના ઘણા દ્રશ્યો ફિલ્માવ્યા છે, આ મારા માટે નવું નહોતું. જોકે, આ લોકોએ મને કાશ્મીરમાં શૂટિંગ દરમિયાન ત્રિશાને જોવા પણ ન દીધી.

મંસુર અલી ખાન દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર રાષ્ટ્રીય મહિલા આયોગ પણ ગુસ્સે છે. આ બાબતની સ્વતઃ સંજ્ઞાન લેતા, તેમણે DGPને IPCની કલમ 509B અને અન્ય સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો. NCWનું કહેવું છે કે આવી ટિપ્પણીઓની નિંદા થવી જોઈએ.

તમિલ અભિનેત્રીએ પણ આ નિવેદનની નિંદા કરી હતી

આ નિવેદન માટે ત્રિશાએ ખાનની નિંદા પણ કરી છે. તેમણે કહ્યું કે, મન્સૂર અલી ખાને મારા વિશે અભદ્ર અને અણગમતી ટિપ્પણી કરી છે. હું આની સખત નિંદા કરું છું અને આ નિવેદનને અપમાનજનક, મહિલા વિરોધી અને ઘૃણાસ્પદ ગણું છું.

એકટ્રેસે આગળ કહ્યું કે, હું આભારી છું કે મેં ક્યારેય તેના જેવા દયનીય વ્યક્તિ સાથે કામ કર્યું નથી અને હું ખાતરી કરીશ કે, મારી બાકીની ફિલ્મ કારકિર્દીમાં આવું ક્યારેય ન થાય. તેમના જેવા લોકો માનવતાનું નામ ખરાબ કરે છે.

Gujarat