પરિણિતી ચોપરા ચરિત દેસાઇ સાથે લગ્નની તૈયારી કરતી હોવાની ચર્ચા
-પરિણિતીનો બોયફ્રેન્ડ યશ રાજ અને ધર્મા પ્રોડક્શન સાથે કામ કરી રહ્યો છે
(પ્રતિનિધિદ્વારા) મુંબઇ,તા.15 ડિસેમ્બર 2018,શનિવાર
પ્રિયંકા ચોપરાની પિતરાઇ બહેન પરિણિતિ ચોપરા પણહવે લગ્ન કરવાના મૂડમાં હોય એવા વાવડ છે. પરિણિતિનું નામ ફિલ્મજગત સાથે
સંકળાયેલા ચરિત દેસાઇ સાથે જોડાયું છે. આ બન્નેએ સાથે ઘણી વિજ્ઞાાપનો પણ બનાવી છે. જોકે આ વાતનું બન્ને તરફથી સત્તાવાર સમર્થન આવ્યું નથી. પરિણિતિનો બોયફ્રેન્ડ ચરિત દેસાઇ યશ રાજ ફિલ્મસ અને ધર્મા પ્રોડકશન માટે કામ કરી રહ્યો છે. તેણે 'ઓ હમસફર નામનું એક ગીતનું પણ દિગ્દર્શન કર્યું છે.
પરિણિતિ સાથે તેણે વિજ્ઞાાપનો પણ બનાવી છે. હૃતિક રોશનની અગ્નપથ માં તે સહાાયક દિગ્દર્શક રહી ચુક્યો છે. પરિણિતિ અને ચરિત દેસાઇના સંબંધો ઘણા જુના છે. સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, પ્રિયંકાન ાલગ્ન બાદ પરિવારજનો પરિણિતિ પણ હવે લગ્ન કરી લે એવું ઇચ્છી રહ્યા છે.
જોકે પ્રિયંકાની જેમ પરિણિતિ હજી સુધી બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી શકી નથી.