ચાંદની બાર-ટુમાં તબુને પણ એક ભૂમિકા માટે ઓફર
- જોકે, તબુ તરફથી હજુ રિપ્લાય બાકી
- મૂળ ફિલ્મ સાથે જોડાણ સાધવા તબુ માટે જ એક ખાસ રોલ લખાયો હોવાની ચર્ચા
મુંબઇ : 'ચાંદની બાર ટુ' માં એક ખાસ રોલ માટે તબુને ઓફર કરાઈ છે. જોકે, તબુએ હજુ સુધી આ માટે કોઈ રિપ્લાય આપ્યો નથી.
સર્જકોને લાગે છે કે મૂળ ફિલ્મ સાથે વાર્તાનું જોડાણ સધાય તે માટે તબુ આ ફિલ્મમાં હોય તે જરુરી છે. તેમણે તબુ માટે જ આ ખાસ રોલ તૈયાર કર્યો છે. બીજી તરફ મુખ્ય રોલ માટે તૃપ્તિ ડિમરી, શર્વરી વાઘ તથા અનન્યા પાંડેનાં નામ ચર્ચાઈ રહ્યા છે. તબુ મોટાભાગે સીકવલ કે ફ્રેન્ચાઈઝી ફિલ્મોમાં કામ કરવા માટે તરત ઉત્સાહ દેખાડતી હોતી નથી. તેણે 'ભૂલભૂલૈયા' ફ્રેન્ચાઈઝીમાં પોતાનો રોલ આગળ વધારવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.