રોશન સિંહનું પાત્ર ભજવનારી જેનિફર મિસ્ત્રીનો ઘટસ્ફોટ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહની ભૂમિકા ભજવી ચૂકેલી શોની પૂર્વ અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ એક ઈન્ટરવ્યૂમાં આ વાત કરી છે. તેણે કહ્યું કે, ‘અસિત મોદી અને દિલીપ જોશી વચ્ચે હૉંગકૉંગમાં શૂટિંગ દરમિયાન જોરદાર ઝગડો થયો હતો. હૉંગકૉંગમાં લોકોની વચ્ચે બરાડા પાડીને બંને એકબીજા સાથે લડ્યા હતા. તે બંનેનો ઝગડો ચરમસીમાએ પહોંચી ગયો હતો. દિલીપ જોશીએ તો અસિત મોદીનો કોલર પકડી લીધો હતો.'
અસિત મોદીની કેમિયો કરવાની લાલચ બની ઝઘડાનું કારણ
જેનિફરે આગળ જણાવ્યું કે, 'અસિત મોદીને દર થોડા એપિસોડ પછી કેમિયો કરવાની લાલચ થતી હતી. હૉંગકૉંગના શૂટિંગમાં પણ તે દયા ભાભીને મળવા જશે તેવો સીન કરવા માંગતો હતો. હવે અસિત મોદી કોઈ પણ એપિસોડમાં અચાનક આવી જતા હોવાથી ઘણાં કલાકારોને એ પસંદ નહોતું પડતું. ત્યારે દિલીપ જોશીએ અસિત મોદીને ગુસ્સામાં કહ્યું હતું કે 'તમે વારંવાર કેમ એપિસોડની વચ્ચે આવી રહ્યા છો?' આ વાત સાંભળતા જ અસિત મોદીએ કહ્યું હતું કે, 'મેં ગોકુલધામના લોકોને બનાવ્યા છે.' બસ, આ મુદ્દે અસિત મોદી અને દિલીપ જોશી વચ્ચે ઝગડો થયો હતો'.


