VIDEO: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 17 વર્ષ પૂર્ણ, સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા જેઠાલાલ-બબીતાજી સહિતના કલાકારો
Taarak Mehta Ka Ooltah Chashmah: ભારતીય ટેલિવિઝનની સૌથી લાંબા સમયથી ચાલતી આવતી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ 17 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સફળતાનો આનંદ માણવા મેકર્સે અમુક દિવસો પહેલાં એક સ્પેશિયલ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સ્ટારકાસ્ટ ખૂબ જ સ્ટાઈલિશ અંદાજમાં દેખાયા. જેઠાલાલથી લઈને માધવી ભાભી અને બબીતા જી પણ જોવા મળ્યા.
પત્ની સાથે પહોંચ્યા દિલીપ જોષી
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સક્સેસ પાર્ટીમાં જેઠાલાલ (દિલીપ જોષી) તેની પત્ની જયમાલા જોશી સાથે પહોંચ્યા હતા. દિલીપ જોષીએ વ્હાઇટ ચેક શર્ટ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ કમાલ લાગી રહ્યા હતા. સીરિયલની સફળતાની ખુશી તેમના ચહેરા પર જોઈ શકાય છે. પાર્ટીમાં એક્ટ્રેસ મુનમુન દત્તા (બબીતા જી) પણ તેની માતા સાથે પહોંચી હતી. સફેદ શર્ટ અને શૉર્ટ સ્કર્ટમાં મુનમુન ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.
ખુશ દેખાયા અસિત કુમાર મોદી
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સફળતા પર ખુશ દેખાયા સીરિયલના નિર્માતા અસિત કુમાર મોદી. આ સીરિયલ છેલ્લા ચાર અઠવાડિયાથી સતત ટીઆરપી ચાર્ટમાં ટોચ પર ચાલી રહી છે. સાથે સીરિયલને 17 વર્ષ પૂર્ણ થવા પર તેમની ખુશી બમણી થઈ ગઈ છે. આ સુંદર ક્ષણે નિર્માતાએ રેડ કાર્પેટ પર કલાકારો સાથે તસવીરો ખેંચાવી હતી.
સુંદર લુકમાં જોવા મળી માધવી ભાભી
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં માધવી ભીડેની ભૂમિકા ભજવનાર સોનાલીકા જોશીએ વ્હાઈટ ગાઉન પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. સોનાલીકા સાથે તેના રિયલ લાઈફ હસબન્ડ પણ જોવા મળ્યા. સીરિયલના વર્ષગાઠની ઉજવણીમાં રેડ કાર્પેટ પર સચિન શ્રોફ, સમય શાહ અને તનુજ મહાશબ્દે. સોનૂ ભીડેનું પાત્ર ભજવતી ખુશી માલી આ આયોજનમાં તેના શાનદાર લૂકથી બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.