Get The App

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ શૈલેષ લોઢાના પિતાનું નિધન,શેર કરી ઇમોશનલ પોસ્ટ

Updated: Aug 30th, 2024

GS TEAM

Google News
Google News
Shailesh Lodha's father

TMKOC :લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા, અભિનેતાએ જણાવ્યું હતું કે, તેમના પિતાનું નિધન થઈ ગયું છે. ચાહકો પણ તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેના પિતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

તારક મહેતા...ફેમ શૈલેષ લોઢાના પિતાનું નિધન

શૈલેષ લોઢાએ ઈન્સ્ટાગ્રામ પર પિતા સાથેનો એક ફોટો શેર કરતા કેપ્શનમાં અભિનેતાએ લખ્યું કે- 'હું જે કંઈ પણ છું...હું તમારો પડછાયો છું...આજે સવારે સૂર્યે દુનિયાને પ્રકાશિત કરી છે પરંતુ અમારા જીવનમાં અંધકાર છવાઈ ગયો...પાપા ગુજરી ગયા આંસુની ભાષા હોત તો હું કંઈક લખી શક્યો હોત... ફરી એકવાર કહી દો ને... બબલુ.'

શૈલેષ લોઢાની આ પોસ્ટ જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ રહ્યા છે. અભિનેતાની આ પોસ્ટ પર, 'તારક મહેતા'માં શ્રીમતી રોશનની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રીએ કમેન્ટ કરતાં , 'ઓમ શાંતિ, કૃપા કરીને ધ્યાન રાખો', જ્યારે કોમલ હાથીના નામથી પ્રખ્યાત અંબિકા રંજનકરે પણ અભિનેતાની પોસ્ટ પર ટિપ્પણી કરી. અને લખ્યું - 'ઓમ શાંતિ'

મહત્વનું છેકે, શૈલેષ લોઢા દિલીપ જોશીના લોકપ્રિય શો TMKOC માં તારક મહેતાની ભૂમિકા માટે જાણીતા છે. જો કે, તેમણે વર્ષ 2022માં આ શો છોડી દીધો હતો.