Get The App

તાપસી પન્નુ તેમજ અન્ય અભિનેત્રીઓ સાથે રૂપેરી પડદે જોવા મળશે

- શિક્ષણ મંત્રી પાખરિયાલની પુત્રી આરુષિ ફિલ્મમાં ડેબ્યુ કરશે

Updated: Jan 9th, 2021

GS TEAM

Google News
Google News
તાપસી પન્નુ તેમજ અન્ય અભિનેત્રીઓ સાથે  રૂપેરી પડદે જોવા મળશે 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.08 ફેબ્રુઆરી 2021, સોમવાર

અભિનેતાઓની સાથેસાથે નેતાઓના પરિવારોની નવી પેઢી ફિલ્મોમાં દસ્તક આપી રહી છે. આ યાદીમાં કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની પુત્રી આરુષિ નિશંકનું નામ સામેલ થયું છે. 

કેન્દ્રીય મંત્રીના નજીકના સંબંધીઓએ જણાવ્યું હતું કે, આરુષિ ફિલ્મમાં ડેબ્યુ કરી રહી છે. આ જે વોર પર આધારિત  હશે. જેમાં મુખ્ય ભૂમિકાઓમાં તાપસી પન્નુ, ભૂમિ પેડણેકર,  કીર્તિ કુલ્હારી સાથે બે વધુ અભિનેત્રીઓ હશે. આ ફિલ્મની વાર્તા ડિફેન્સની છ જાબાંઝ મહિલા અધિકારીઓ પર  આધારિત છે. ફિલ્મમાં તે વે કોવર્ટ  ઓેપરેશન ચલાવતી  જોવા મળશે જે દુશ્મન દેશની કરતૂકોને નિષ્ફળ બનાવે છે. 

આ ફિલ્મ નારી કેન્દ્ર ફિલ્મ છે. સામાન્ય રીતે  પુરુષ જવાનોની વીરતા પર ફિલ્મ બનતી હોય છે. આરુષિના પરિવાર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતુ ંકે, આ ફિલ્મ સાથે પ્રસૂન જોશી પણ જોડાયેલા છે. તે તેમની નિગરાની હેઠળ આ પ્રોજેક્ટને ડેવલપ રકરી રહ્યા છે. આરુષિ આ પહેલા એક મ્યુઝિક આલબ્મમાં પણ જોવા મળશે. જેની જાણકારી તેણે સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટ પરથી આપી છે. 

Tags :