Get The App

તાપસી પન્નુ મુલ્ક ટૂના કોર્ટ રૂમના સીનનું ચર્ચમાં શૂટિંગ

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
તાપસી પન્નુ મુલ્ક ટૂના કોર્ટ રૂમના સીનનું ચર્ચમાં શૂટિંગ 1 - image


- બાંદરાના ચર્ચને કોર્ટમાં ફેરવી દેવાયું

- મુંબઈમાં શિડયૂલ પૂર્ણ થયા બાદ યુપી-હરિયાણામાં શૂટિંગ આગળ ધપાવાશે

મુંબઇ :  ૨૦૧૮માં આવેલી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ 'મુલ્ક'માં તાપસી પન્નુએ વકીલ આરતી મોહમ્મદનું પાત્ર ભજવ્યું હતું. હવે 'મુલ્ક  ટૂ'નું હાલ મુંબઇમાં બાન્દ્રા ખાતે એક ચર્ચમાં શૂટિંગ ચાલી રહ્યું છે. બાન્દ્રાના વિખ્યાત ચર્ચને આ ફિલ્મના શૂંટિંગ માટે કોર્ટરૂમમાં ફેરવી નાંખવામાં આવ્યું છે. આ ચર્ચમાં છેલ્લા એક પખવાડિયાથી તાપસી પન્નુ કોર્ટરૂમના લાગણીભર્યા સીનોનું શૂટિંગ કરી રહી છે. તેના રોમાંચક મોનોલોગ આ ફિલ્મનો મહત્વનો હિસ્સો બની રહેશે. મુંબઇમાં આ ફિલ્મનું  શિડયૂલ પુરૂ થતાં જ ફિલ્મની ટીમ આઉટડોર શૂટિંગ માટે ઉત્તર પ્રદેશના મેરઠ અને હરિયાણાના કર્નાલ જવા રવાના થશે જ્યાં બીજા વીસ દિવસ આ ફિલ્મનું શૂટિંગ ચાલશે. 

અનુભવ સિેહા નિર્દશિત ફિલ્મ 'મુલ્ક'માં ઓળખ, શ્રદ્ધા અને સિવિલ રાઇટ્સ જેવા સામાજિક મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં તાપસી 'મુલ્ક'ની જેમ જ વકીલની ભૂમિકામાં છે કે કેમ તે જાણી શકાયું નથી. પણ હવે ફિલ્મના નિર્દેશક અનુભવ સિંહા થોડી રેલીઓના સીન શૂટ કરવાના છે.

 બીજી તરફ આગામી એક મહિનામાં આ 'મુલ્ક  ટૂ'ના શૂટિંગ બાદ તાપસી 'હસીન દિલરૂબા ૩' માટે શૂટિંગ શરૂ કરશે. આમ, તાપસીને સિક્વલ અને ટ્રિપવલ આ વર્ષે ફળશે તેમ લાગે છે.

Tags :