Get The App

પતિ સાથે વિદેશમાં સ્થાયી થઈ જાણીતી બોલિવૂડ અભિનેત્રી, કહ્યું- સાસુ-સસરા સાથે એક જ ઘરમાં રહું છું

Updated: Oct 23rd, 2025

GS TEAM

Google News
Google News
પતિ સાથે વિદેશમાં સ્થાયી થઈ જાણીતી બોલિવૂડ અભિનેત્રી, કહ્યું- સાસુ-સસરા સાથે એક જ ઘરમાં રહું છું 1 - image


Taapsee Pannu: તાપસી પન્નૂ બોલિવૂડની ટેલેન્ટેડ અને પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. તે અવારનવાર પોતાના પ્રોફેશનલ તેમજ અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. ગયા વર્ષે તેણે પોતાના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ મૈથિયાસ સાથે લગ્ન કરીને ફેન્સને ચોંકાવી દીદા હતા. હવે તેણે પોતાના લગ્નજીવન વિશે વાત કરી છે. 

સાસુ-સસરા સાથે વિદેશમાં રહે છે એક્ટ્રેસ

એક્ટ્રેસે જણાવ્યું કે, લગ્ન બાદ તે સાસુ-સસરા સાથે રહે છે. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે, હું, મૈથિયાસ અને તેના માતા-પિતા અમે ડેનમાર્કમાં સાથે રહીએ છીએ. ડેનિસ લોકો માટે આ થોડી અજીબ વાત છે પરંતુ, ભારતીયો માટે આ ખૂબ જ સામાન્ય છે. મૈથિયાસના માતા-પિતા અમારી સાથે જ રહે છે. તેમના માટે ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ ભાગ બનાવેલો છે. જ્યાં તેમનો બેડરૂમ, લિવિંગ રૂમ, ડાઇનિંગ અને લાઉન્જ એરિયા છે. આ ઘરમાં સૌથી મોટી ભારતીય વસ્તુ છે, જે હું લઈને આવી છું. તેમને આ વિશે સમજાવવામાં સમય લાગ્યો. કારણ કે, ત્યાં ઘરના વડીલ સાથે રહેવું સામાન્ય નથી. 

એક્ટ્રેસે વધુમાં જણાવ્યું કે, હું અને મારો પતિ હંમેશા ટ્રાવેલ કરતા રહીએ છીએ. તેથી અમને લાગ્યું કે, ઘરમાં કોઈનું હોવું સારૂ રહેશે. સાચું કહું તો આ ખૂબ જ સુંદર અનુભૂતિ છે. ઘર જેવું લાગે છે. 

Tags :