Taali ટીઝરઃ ટ્રાન્સજેન્ડર બની સુષ્મિતા સેન, ટ્રાન્સફૉર્મેશન જોઈને વિશ્વાસ નહીં આવે
નવા વેબ શો 'તાલી'માં સુષ્મિતા ટ્રાન્સજેન્ડર તરીકે જોવા મળી રહી છે
ટીઝરની શરૂઆત એક દમદાર ડાયલોગથી થાય છે
Image Twitter |
તા. 29 જુલાઈ 2023, શનિવાર
બોલિવૂડની સુંદર અભિનેત્રી સુષ્મિતા સેન છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. હાલમાં આ અભિનેત્રી તેની આગામી સીરિઝ 'તાલી' ને લઈને હેડલાઈન્સમાં છે. બોલીવુડથી ઘણા સમયથી દુર હતી તો હવે તે ફરી એકવાર OTT પર પોતાનો ચોંકાવનારો અવતાર બતાવવા માટે તૈયાર છે. તાલીના ટીઝરમાં એક્ટ્રેસ ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતની ભૂમિકામાં જોવા મળે છે. ટીઝરની શરૂઆત એક દમદાર ડાયલોગથી થાય છે. જેમા તે કહે છે કે, હું ગૌરી છું જેને કોઈ નપુંસક કહે છે તો કોઈ સામાજિક કાર્યકર. કોઈ તેને ડ્રામા કહે છે તો કોઈ તેને ગેમ ચેન્જર કહે છે.
'આર્ય' માં જવલંત સફળતા મળ્યા પછી ફરી સુષ્મિતાની નવી એક સિરીઝ
સુષ્મિતા સેન ઘણા લાંબા સમય સુધી બોલિવૂડના પડદે દુર રહી છે. પરંતુ OTT પ્લેટફોર્મ આવ્યા બાદ તેના કરિયરમાં નવી ઉડાન આવી છે. સુષ્મિતા સેને 'આર્ય' સિરીઝથી કમબેક કર્યુ. આ સિરીઝ સુપરહિટ સાબિત થઈ હતી. 'આર્ય' માં જવલંત સફળતા મળ્યા પછી ફરી સુષ્મિતા એક નવી સિરીઝ લઈને આવી રહી છે. નવા વેબ શો 'તાલી'માં સુષ્મિતા ટ્રાન્સજેન્ડર તરીકે જોવા મળી રહી છે. સીરિઝનું ટીઝર રિલીઝ જાહેર થઈ ગયું છે.આવો જાણીએ તેની આ ટીઝરની સ્ટોરી શો વિશે શું કહી રહી છે.
તાલીનું ટીઝર રિલીઝ
ઘણા લાંબા સમય બાદ ફરી એકવાર સુષ્મિતા સેન OTT પર પોતાનો અલગ જ અને ચોંકાવનારો કહી શકાય તેવો અવતાર લઈને આવી રહી છે. તાલીના ટીઝરમાં સુષ્મિતા ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતના રોલમાં જોવા મળે છે. આ ટીઝરની વાર્તા ગાળો આપવાથી માંડીને તાળીઓ પાડવા સુધી છે. જે લોકો તેમની અસલિયત બતાવવાથી ડરી રહ્યા છે. તેઓ ક્યારેય જીતતા નથી બાબુ. મારે તો સ્વાભિમાન, સમ્માન, સ્વતંત્રતા આ ત્રણેય જોઈએ છે.
તેને સાબિત કર્યું કે તેને પણ સામાન્ય જીવન જીવવાનો અધિકાર છે
આ ટીઝર 46 સેકન્ડનું છે, જેમાં એક્ટ્રસે ટ્રાન્સજેન્ડરના પાત્રને ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યું છે. તેના વિશે વધુ સમજીએ તો ગૌરી સાવંતને એ જમાનામાં કેટલું અપમાન મળ્યું હશે. દુખ- દર્દ અને સંઘર્ષમાંથી ગુજરેલી ગૌરીએ ન જાણે કેટલા લોકો સાથે લડીને પોતાની અસલી રુપમાં બધાની સામે રાખવામાં આવ્યું અને સાબિત કર્યું કે તેને પણ સામાન્ય જીવન જીવવાનો અધિકાર છે.