(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.08 જુલાઈ 2020, બુધવાર
સાઉથ ઇન્ડસ્ટ્રીના ટેલીવિઝન અભિનેતા સુશીલ ગૌડાએ૩૦ વરસની વયેે આત્મહત્યા કરી લીધી છે. તેણે પોતાના હોમટાઉન માંડયાના ઘરમાં સુસાઇડ કર્યું. સુશાંત સિંહ રાજપૂત પછી વધુ એક યુવાન અભિનેતાને પોતાનું જીવન ટૂંકાવી દેવું પડયું છે. જોકે આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી.સુશીલે ઘણી ટેલિવઝનની સીરિયલોમાં કામ કર્યુ છે. તેની સીરિયલઅંતપુરામાં લીડ રોલ કર્યો હતો તે કન્નડ ઉદ્યોગમાં સ્થાપિત કરવા તત્પર હતો. એક અભિનેતાની સાથેસાથે તે ફિટનેસ ટ્રેનર પણ હતો.
સુશીલે આગામી ફિલ્મ સાલગમાં એક પોલીસ ઓફિસરની ભમિકા નિભાવી છે. સુશીલના સહકલાકારોને પણ તેની આત્મહત્યા કર્યાનો વિશ્વાસ આવતો નથી.
આ વરસે આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. આવા કિસ્સાનું કારણ લોકો કોરોના વાયરસથી ડરી ગયા હોવાનું નથી. લોકો પાસે આવકનું કોઇ સાધન ન રહ્યું હોવાથી લોકોએ વિશ્વાસ ખોઇ નાખ્યો છે. જેમની પાસે કાંઇ કામ નથી અને જેઓ વેતનધારીઓ છે તેઓને ગુજરાન ચલાવાનું ભારી પડી રહ્યું છે. હાલની પરિસ્થિતિનો સામનો મજબૂત મન અને હિંમત રાખીને કરવાનો સમય છે. તેમ સુશીલના એક સહકલાકારે સુશીલના નિધન પર ખેદ વ્યક્ત કર્યો હતો.


