સુશાંત સિંહ રાજપૂતના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને યાદગાર શ્રેણીમાં રાખવામાં આવ્યો
- આ શ્રેણીનો આશય કોઇના નિધન બાદ તેની યાદને સંભાળી રાખવાનો છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 20 જૂન 2020, શનિવાર
સુશાંત સિંહ રાજપૂતે ભળે દુનિયામાંથી અંતિમ વિદાય લઇ લીધી છે પરંતુ તેમના સ્મરણો સાથે તેમના ચાહકો ઇન્સ્ટાગ્રામ પર જોડાયેલા રહી શકશે. આ પ્લેટફોર્મએ તેના એકાઉન્ટને યાદગાર શ્રેણીમાં રાખ્યો છે.
સુસાંતના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટને યાદગાર શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામે તેના નિધનના થોડા દિવસ બાદ આ જાણકારી આપી છે. ઇનસ્ટાગ્રામે આ જાણકારી આપતા કહ્યું હતું કે, તેના એકાઉન્ટ આગળ રિમેમ્બરિંગ લગાડીને તેને યાદગાર શ્રેણીમાં નાખવામાં આવ્યો છે. જેનો આશ કોઇના ચાલ્યા ગયા પછી તેમની યાદોને એ ખાતામાં કાળજીપૂર્વક સાચવવામાં આવે છે.
આ વેબસાઇટના અનુસાર યાદગાર ખાતામાં કોઇ પણ વ્યક્તિ લોગઇન કરી શકતું નથી. મૃત્યુ પહેલાના ખાતાના સંચાલકે જે વીડિયો, તસવીરો મુકી હશે તે જ યુઝર્સ જોઇ શકશે. તેમજ તેમાંની પોસ્ટમાં પણ કોઇ ફેરબદલી કરી શકાશે નહીં. અભિનેતાએ છેલ્લી વખત ૩ જુને પોતાની સ્વર્ગસ્થ માતાને શ્રદ્ધાંજલિ આપતી એક પોસ્ટ મુકી હતી.