Get The App

સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરે બનાવ્યો રેકોર્ડ

- આ અભિનેતાએ બોલીવૂડના ટોચના કલાકારોને પાછળ છોડયા

Updated: Jul 9th, 2020

GS TEAM

Google News
Google News
સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરે બનાવ્યો રેકોર્ડ 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.08 જુલાઈ 2020, બુધવાર

સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરની રિલીઝ થયાના ૨૪ કલાકમાં જ ફિલ્મે પોતાના નામે ઘણા રેકોર્ડ કરી લીધા છે. ફિલ્મને અત્યાર સુધીમાં ૨૧ મિલિયન કરતા પણ વધુ લાઇક્સ મળ્યા છે. 

સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારા ટ્રેલરને હાલ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રેન્ડ  કરી રહ્યા છે. આ ફિલ્મને સુશાંતના ચાહકોએ એટલો બધો પ્રેમ અને સમ્માન આપ્યું હોવાને કારણે બોલીવૂડના ઘણા ટોચના કલાકારો પાછળ છુટી હયા છે. સુશાંત ભલે ફિલ્મી બ્રેકગાઉન્ડથી નહોતો, પરંતુ તેણે પોતાના કામ દ્વારા ફેન્સના દિલમાં એક સ્થાન બનાવી દીધું હતું. 

સુશાંતની ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરને રીલિઝ થયાના ૨૩ કલાકમાં ૨૧ મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા તેમજ ચાર મિલિયનથી વધુ લાઇક્સ મળ્યા છે. યૂટયૂબ પર આટલા ઓછા સમયમાં આટલા લાઇક્સ અને વ્યૂઝ મળે તે એક બહુ મોટી વાત છે. સુશાંતે બોલીવૂડના ટોચના કલાકારોને આ વાતમાં પાછળ છોડી દીધા છે. 

સુપરસ્ટાર હૃતિક રોશનની ફિલ્મ સુપર ૩૦ના ટ્રેલર રીલિઝને ૧.૪ મિલિયન લાઇક્સ મળ્યા છે. જ્યારે  અભિનેતાએ ખાન ત્રિપુટીને પણ આ બાબતમાં પાછળ છોડી દીધી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોને હજી સુધી ૨ લાખ મિલિયન્સ જ લાક્સિ મળ્યા છે. તો આમિર ખાનની દંગલને ૩ લાખ ૭૫ હજાર અને સલમાન ખાનની સુલતાનને ૨ લાખ ૨૯ હજારલાઇક્સ મળ્યા છે. 

આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીની વાત કરીએ તો આ ફિલ્મના ટ્રેલરને અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ લાઇક્સ મળ્યા છે. જ્યારે સારા અલી ખાનની ફિલ્મ લવ ાજકાલના ટ્રેલરને પણ અત્યાર સુધી છ લાખ લાઇક્સ મળ્યા છે તો વળી વરુણ ધવન અને  શ્રદ્ધા કપૂર સ્ટારર સ્ટ્રીટ ડાન્સર ૩ડીના ટ્રેલરને લગભગ નવ લાખ લાક્સિ મળ્યા છે. 

Tags :