Get The App

સુશાંત સિંહ રાજપૂતને ભૂમિ પેડનેકરે આપી શ્રદ્ધાંજલિ, 550 પરિવારને ભોજન કરાવશે

- સુશાંતની સોન ચિરૈયા ફિલ્મમાં કો-સ્ટાર ભૂમિ પેડનેકરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી

Updated: Jun 29th, 2020

GS TEAM

Google News
Google News
સુશાંત સિંહ રાજપૂતને ભૂમિ પેડનેકરે આપી શ્રદ્ધાંજલિ, 550 પરિવારને ભોજન કરાવશે 1 - image

નવી દિલ્હી, તા. 29 જૂન 2020, સોમવાર 

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધને તેમના ફેન્સની સાથે કેટલાય બોલીવુડ સેલેબ્રિટીઝ સ્તબ્ધ થઇ ગયા છે. ટીવીની દુનિયામાંથી બોલીવુડમાં પોતાની ઓળખ બનાવનાર સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કરી દીધું છે, પરંતુ પોતાના અભિનયથી સુશાંત સિંહ રાજપૂતે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપવા માટે ફિલ્મ 'સોન ચિરૈયા'માં તેમની કો-સ્ટાર ભૂમિ પેડનેકરે 550 ગરીબ પરિવારને ભોજન કરાવવાનો નિર્ણય કર્યો છે. આ વાતની માહિતી ભૂમિ પેડનેકરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. 

ભૂમિ પેડનેકરના આ નિર્ણયની તેમના ફેન્સ દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. એક્ટ્રેસે સુશાંત સિંહ રાજપૂત સાથે સંકળાયેલ પોસ્ટને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેમણે લખ્યુ છે કે, 'હું મારા દોસ્ત સુશાંત સિંહ રાજપૂતની યાદમાં એક સાથ ફાઉન્ડેશનના માધ્યમથી 550 ગરીબ પરિવારોને ભોજન કરાવવાની પ્રતિજ્ઞા કરે છે. દરેક પ્રત્યે દયા અને પ્રેમભાવ રાખીએ, જેની આ સમયે સૌથી વધારે જરૂર છે.' ભૂમિ પેડનેકરે સુશાંત સિંહ રાજપૂતની અપકમિંગ ફિલ્મ દિલ બેચારાનું પોસ્ટર પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યુ છે. 

ઉલ્લેખનીય છે કે ભૂમિ પેડનેકર અને સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ સોન ચિરૈયામાં એક સાથે કામ કર્યુ હતું. સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ કાય પો છે થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.  

Tags :