સુશાંતની આત્મહત્યા બાદ તેની ગર્લફ્રેન્ડને મળી રહી છે રેપ અને મર્ડરની ધમકીઓ
મુંબઇ, તા.19 જુલાઈ 2020, રવિવાર
યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીને રેપ અને મર્ડરની દણકીઓ મળી રહી છે.
હવે રીયાએ આ મામલામાં મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુશાંતની આત્મહત્યા બાદ તેના ચાહકો ભારે નારાજ છે. જોકે કેટલાક તત્વો સુશાંત માટેની સહાનૂભૂતિનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને બોલીવૂડ સેલિબ્રિટિઝને ટાર્ગેટ કરી રહ્યા છે.
અભિનેત્રી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીએ તાજેતરમાં પોતાને રેપ અને મર્ડરની મળી રહેલી ધમકીઓઓને એક સ્ક્રીન શોટ પણ શેર કર્યો હતો. એ પછી રિયાએ ગૃહ મંત્રી અમિત શાહને પણ સુશાંતના કેસની સીબીઆઈ તપાસ કરવા માટે વિનંતી કરી હતી અને કહ્યુ હતુ કે, મને પણ જાણવુ છે કે, એવુ કયુ પ્રેશર હતુ જેના કારણે સુશાંતે આ પ્રકારનુ પગલુ ભર્યુ છે.
દરમિયા મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રી યશોમતી ઠાકુરે પણ કહ્યુ છે કે, આવી ધમકી આપનારાઓ સામે આકરી કાર્યવાહી કરાશે.