Get The App

સૂર્યાએ પત્ની જ્યોતિકા સાથે છૂટાછેડાની અફવા ફગાવી

Updated: Oct 30th, 2024

GS TEAM


Google News
Google News
સૂર્યાએ પત્ની જ્યોતિકા સાથે છૂટાછેડાની અફવા ફગાવી 1 - image


- 27 વર્ષ પછી જ્યોતિકા મુંબઈ શિફ્ટ થતાં અફવા

- તેણે મારા ખાતર પોતાનું ગામ અને કેરિયર છોડયાં હતાં, હવે હું મુંબઈ-ચેન્નઈ વચ્ચે અપડાઉન કરીશ

મુંબઈ : સાઉથના સ્ટાર સૂર્યાએ તે અને પત્ની જ્યોતિકા અલગ પડી ગયાં હોવાની અફવા નકારી છે. જ્યોતિકા તાજેતરમાં  ચેન્નઈ છોડી મુંબઈ શિફ્ટ થઈ જતાં આ અફવા ફેલાઈ હતી. 

સૂર્યાએ કહ્યું હતું કે જ્યોતિકાએ ૨૭ વર્ષ પહેલાં મારી સાથે લગ્ન બાદ પોતાની કેરિયર છોડી દીધી હતી. તેણે પોતાના માં-બાપ અને પોતાનો જ્યાં ઉછેર થયો એ શહેરનો માહોલ છોડી દીધો હતો. તેણે મુંબઈનું કલ્ચર છોડી ચેન્નઈનું કલ્ચર  સંપૂર્ણપણે અપનાવી લીધું હતું. તેણે બહુ મોટો ત્યાગ આપ્યો હતો અને હવે ત્યાગ કરવાનો વારો મારો છે. આટલાં વર્ષે તેને પોતાના માતાપિતા તથા પરિવારજનો તથા મુંબઈના બાન્દ્રાના કલ્ચરમાં રહેવાનું મન થાય તો તેમાં કશું ખોટું નથી. 

સૂર્યાએ કહ્યું હતું કે હવે હું ૨૦ દિવસ કામ માટે ચેન્નઈમાં રહીશ અને બાકીના દિવસો જ્યોતિકા તથા પરિવાર સાથે રહેવા માટે મુંબઈ આવતો રહીશ. તેણે કહ્યું હતું કે મારાં બાળકોને પણ મુંબઈમાં નવી ચીજો એક્સપ્લોર કરવાની મજા આવી રહી છે અને તેઓ ત્યાંની શાળામાં સેટ થઈ ગયાં છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ અભિનેત્રી નગમાની ઓરમાન બહેન જ્યોતિકા લગ્ન પહેલાં હિંદી તથા સાઉથની સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી. જોકે, લગ્ન બાદ તેણે કેરિયરને સંપૂર્ણ તિલાંજલી આપી દીધી હતી. 

Tags :