- બોર્ડર ટુ લાંબી ચાલશે તો અસર થશે
- રાણીની ફિલ્મ ફેબુ્રઆરીના અંતને બદલે હવે આ મહિનામાં જ રીલિઝ કરી દેવાશે
મુંબઈ: રાણી મુખર્જીની 'મર્દાની થ્રી' આગામી ૨૭મી ફેબુ્રઆરીએ રીલિઝ થવાની હતી તેને બદલે તેેને હવે એક મહિનો વહેલી એટલે કે તા. ૩૦મી જાન્યુઆરીએ જ રીલિઝ કરી દેવાનો નિર્ણય લેવાતાં ટ્રેડ વર્તુળોમાં આશ્ચર્ય છવાયું છે.
એક અટકળ અનુસાર માર્ચ મહિનામાં બે મોટી ફિલ્મો 'ધુરંધર ટુ' અને 'ટોક્સિક' રીલિઝ થવાની હોવાથી 'મર્દાની થ્રી' થિયેટરોમાંથી વહેલી જ ઉતારી લેવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ હતી. તેથી તેની રીલિઝ ડેટ બદલવામાં આવી છે. જોકે, આ મહિનામાં જ 'બોર્ડર ટુ' પણ રીલિઝ થઈ રહી છે અને જો તે ટિકિટબારી પર લાંબી ચાલી જશે તો 'મર્દાની થ્રી'નાં સ્ક્રીન કાઉન્ટ પર અસર પડી શકે છે.
બોલિવુડમાં ચર્ચા મુજબ આ ફિલ્મ બહુ મેગા હિટ થાય તેવી અપેક્ષા કદાચ ખુદ રાણીને પણ નથી. આથી તેણે એકાદ-બે વીક પણ ફિલ્મ સારી ચાલી જાય તેવી તારીખ શોધવા પ્રયાસ કર્યો છે.


