- મલ્લિકાને કોણે ઈન્વાઈટ કરી, ચાહકોનો સવાલ
- આ ડીનરમાં જુદાં જુદાં ફિલ્ડના ટોચના મહાનુભવોને જ આમંત્રણ અપાતું હોય છે
મુંબઇ : મલ્લિકા શેરાવત વ્હાઈટ હાઉસમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયોજિત ક્રિસમસ ડીનરમાં પહોંચતાં ચાહકોને નવાઈ લાગી છે. મલ્લિકાએ આ ડીનરના ફોટા શેર કર્યા હતા. તેણે શેર કરેલા વિડીયોમાં ટ્રમ્પને મહેમાનોને સંબોધતા પણ જોઈ શકાય છે.
મલ્લિકાએ ડીનરનું ઈન્વાઈટ પણ શેર કર્યું હતું.
મલ્લિકાએ આ ડીનરને પોતાનો અવિસ્મરણીય અનુભવ ગણાવ્યો હતો. સ્લિપ પિંક ડ્રેસમાં સજ્જ મલ્લિકાના ફોટા પર અનેક કોમેન્ટ આવી રહી છે.
આ ડીનરમાં વિભિન્ન ક્ષેત્રોની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને જ આમંત્રિત કરવામાં આવે છે. મલ્લિકાને આ આમંત્રણ કઇ રીતે મળ્યું તેવા સવાલોનો લોકોએ મારો ચલાવ્યો હતો પરંતુ મલ્લિકાએ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.


