Karuppu Teaser Out: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સૂર્યાના 50મા જન્મદિવસ પર, નિર્માતાઓએ તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કરુપ્પુ'નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મના ટીઝરમાં, સૂર્યા જબરદસ્ત ફાઈટીંગ કરતો જોવા મળે છે. ફરી એકવાર સૂર્યાએ પોતાનો જોરદાર અંદાજ બતાવ્યો છે, જેને જોઈને ફેન્સનો પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
'કરુપ્પુ'નું શાનદાર ટીઝર રિલીઝ
ડ્રીમ વોરિયર પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ એક્શન થ્રિલર ફિલ્મનું દિગ્દર્શન આરજે બાલાજી દ્વારા કરવામાં આવ્યું છે. પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટીઝર શેર કર્યું છે અને કેપ્શનમાં લખ્યું છે, 'સૂર્ય સરના આ ખાસ દિવસે, અમે 'કરુપ્પુ'નું શાનદાર ટીઝર રિલીઝ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.'
આ પણ વાંચો: યુ ટયુબર ભુવન બામ વામિકા ગબ્બીનો હિરો બનશે
સૂર્યાનો ડબલ લૂક જોવા મળ્યો
ટીઝરમાં એક્ટર એક સ્થાનિક દેવતા વિશે વાત કરે છે, જેની લાલ મરચાંથી પૂજા કરવામાં આવે છે. આ સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડ સાથે, સૂર્યાનો ડબલ લૂક જોવા મળે છે - એક તરફ, વકીલનો કોર્ટ પહેરીને તેનો ગંભીર લૂક અને બીજી તરફ તેનો ગ્રામીણ દેશી લૂક, જેમાં તે હાથમાં દાતરડું પકડેલો જોવા મળે છે. આ બંને પાત્રોમાં એક રહસ્ય સસ્પેન્સ જોવા મળે છે, જે ફિલ્મની વાર્તાને વધુ રસપ્રદ બનાવી શકે છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની ધારણા છે.


