Get The App

13 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરીને પસ્તાઈ જાણીતી અભિનેત્રી, કહ્યું- રોજ રાતે રડતી હતી

Updated: Oct 13th, 2024

GS TEAM


Google News
Google News
13 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરીને પસ્તાઈ જાણીતી અભિનેત્રી, કહ્યું- રોજ રાતે રડતી હતી 1 - image


Image Source: Instagram

Actress Surbhi Chandna: ટેલિવિઝનની પોપ્યુલર એક્ટ્રેસ સુરભિ ચંદનાના લગ્નને સાત મહિના વિતી ચૂક્યા છે. 2 માર્ચ 2024ના રોજ એક્ટ્રેસ બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. પરંતુ વૈવાહિક જીવન કંઈ ખાસ ન વીત્યું. તાજેતરમાં 'કપલ ઓફ થિંગ્સ' પોડકાસ્ટમાં સુરભિએ જણાવ્યું કે, છેક હવે હું વૈવાહિક જીવનમાં નોર્મલ થઈ શકી છું.

બે મહિના સુધી રોજ રાતે રડતી હતી

સુરભિએ જણાવ્યું કે, જ્યારે મારા કરણ સાથે લગ્ન થયા ત્યારે હું બે મહિના સુધી રોજ રાતે રડતી હતી. એવી કેટલીયે રાતો મેં રડીને વિતાવી છે. અમે 13 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા. આ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા પરંતુ જ્યારે અમે લગ્ન બાદ સાથે રહેવા લાગ્યા ત્યારે ખબર પડી કે ડેટિંગ અને  વૈવાહિક જીવન ખૂબ અલગ હોય છે. હું લગ્ન બાદ કંઈ પણ મેનેજ નહોતી કરી શકતી. મમ્મી-પપ્પાના ઘરે બધું જ મમ્મી-પપ્પા સંભાળી લેતા હતા. મારે કંઈ વધારે મેનેજ નહોતું કરવું પડતું. પરંતુ લગ્ન બાદ એકલા કેવી રીતે મેનેજ કરવું તેની મને ખબર નહોતી. હું રોજ રાતે એટલા માટે પણ રડતી હતી કારણ કે, મને મમ્મી-પપ્પા વિના રહેવાની ટેવ નહોતી અને મને મારા ઘરના લોકોની ખૂબ યાદ આવતી હતી.

કરણે મને હંમેશા સંભાળી 

એક્ટ્રેસે આગળ કહ્યું કે, કરણે મને હંમેશા સંભાળી છે. જ્યારે હું રડતી હોવ ત્યારે તે મને શાંત પાડતો અને મને મારા પેરેન્ટ્સને મળવા લઈ જતો હતો. હવે બધું નોર્મલ થઈ ગયું છે. હવે હું બધું મેનેજ કરી લઉં છું પરંતુ શરૂઆતમાં લાગ્યું હતું કે મેં લગ્ન કેમ કર્યા.

Tags :