Get The App

મધુબન મેં રાધિકા નાચે..ગીતના પગલે સની લિઓન વિવાદમાં, હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવવાનો આરોપ

Updated: Dec 23rd, 2021

GS TEAM


Google News
Google News
મધુબન મેં રાધિકા નાચે..ગીતના પગલે સની લિઓન વિવાદમાં, હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવવાનો આરોપ 1 - image


નવી દિલ્હી,તા.23.ડિસેમ્બર,2021

એક્ટ્રેસ સની લિઓની પર જૂનુ અને ક્લાસિક ગીત મધુબન મેં રાધિકા નાચે..નુ નવુ વર્ઝન ફિલ્માવવામાં આવ્યુ છે.

જોકે આ ગીત ભારે વિવાદમાં આવી ગયુ છે.સની લિઓની પર જે રીતે આ ગીત શૂટ કરાયુ છે તેના કારણે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આરોપ લાગી રહ્યુ છે અને તેને હટાવવા માટેની માંગણી ઉગ્ર બની રહી છે.

મળતી વિગતો પ્રમાણે આ ગીતનુ નવ વર્ઝન સિંગર કનિકા કપૂરે ગાયુ છે.ગાયન જોયા બાદ યુઝર્સ નારાજ છે અને તેમનુ કહેવુ છે કે, આ ગીતથી હિ્ન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે.તેને તરત જ યુ ટયુબ પરથી હટાવવામાં આવે

લોકો તેના મેકર્સ પર ગુસ્સે થઈ રહ્યા છે અને ગીતને અશ્લીલ ગણાવીને સવાલો ઉઠાવી રહ્યા છે.એક યુઝરનુ કહેવુ છે કે મને હેરાની થાય છે કે, આખરે આ ગાયનને પ્રોડક્શનમાં સામેલ એક પણ વ્યક્તિએ રોકવાની કોશિશ કરી નથી...કોઈને ખબર કેમ ના પડી કે ગાયનના શબ્દો શું છે અને તેનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે...

જોકે એ પછી તેના મેકર્સ તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Tags :