સની દેઓલ પણ હવે ઓટીટી પ્રોજેક્ટમાં ભૂમિકા ભજવશે
- બોલીવૂડ કમબેક પછી ઓટીટી ડેબ્યૂ
- એક હાઇ-બજેટ એકશન થ્રિલર માટે સની દેઓલનો સંપર્ક કરાયો
મુંબઇ : સની દેઓલ બોલવૂડમાં લાંબા સમયના કમબેક પછી એક પછી એક ફિલ્મો કરી રહ્યો છે. હવે તે ઓટીટી પર પર પણ ડેબ્યૂ કરી રહ્યો છે.
આ પ્રોજેક્ટ એક હાઇ-બજેટ એકશન થ્રિલર હશે. સની તેમાં રાબેતા મુજબ એક્શન દ્રશ્યો કરતો જોવા મળશે. આ ફિલ્મને સુપર્ણ વર્મા પ્રોડયુસ કરવાનો છે. જોકે ફિલ્મના દિગ્દર્શક વિશે હજી સ્પષ્ટતા કરવામાં આવી નથી.
'ગદ્દર ટૂ 'ની સફળતા પછી સની દેઓલનું ભાગ્ય ખુલી ગયું છે. તેની આગામી ફિલ્મોમાં 'બોર્ડર ટૂ' અને 'લાહોર ૧૯૪૭' નો સમાવેશ થાય છે.