સની દેઓલે બંધ પડેલી ફિલ્મ સૂર્યા ત્રણ વર્ષે ફરી શરૂ કરી
- સનીએ તારીખો ન આપતાં ફિલ્મ અટકી હતી
- અગાઉ 70 ટકા શૂટિંગ થઈ ચૂક્યું હતું, હવે ક્લાઈમેક્સનુ શૂટિંગ કર્યું
મુંબઇ : સની દેઓલની ૩ વર્ષથી બંધ પડેલી ફિલ્મ 'સૂર્યા'નું શૂટિંગ ફરી શરુ થયું છે. તાજેતરમાં સનીએ રવિ કિશન તથા મનીષ વાધવા સાથે આ ફિલ્મનો ક્લાઈમેક્સ શૂટ કર્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૧માં શરુ થયું હતું. ૨૦૨૨માં તેનુ ં૭૦ ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું હતું. ચર્ચા છે કે સનીએ અન્ય પ્રોજેક્ટસને અગ્રતા આપી આ ફિલ્મને તારીખો આપવાની બંધ કરી દીધી હતી. હવે ફરી સનીએ તારીખો ફાળવતાં બાકીનું શૂટિંગ આગળ ધપ્યું છે. હવે આવતાં વર્ષની શરુઆતમાં ફિલ્મ રીલિઝ થવાની ધારણા છે. આ ફિલ્મ એક મલયાલમ ફિલ્મની રીમેક હોવાનું કહેવાય છે. મૂળ ફિલ્મમાં ઓર્ગન સ્મગલિંગની વાર્તા હતી.