Get The App

સની દેઓલ, અક્ષય ખન્નાની ઓટીટી ફિલ્મ ઈક્કાનું શૂટિંગ પૂર્ણ

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
સની દેઓલ, અક્ષય ખન્નાની ઓટીટી ફિલ્મ ઈક્કાનું શૂટિંગ પૂર્ણ 1 - image

- અક્ષય, સની 29 વર્ષ પછી સાથે દેખાશે

- સની દેઓલનો પહેલો ઓટીટી પ્રોજેક્ટ, દિયા મિર્ઝા અને સંજિદા શેખ સહ કલાકારો

મુંબઇ : સની દેઓલ અને અક્ષય ખન્નાની 'ઈક્કા'નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ એક્શન થ્રીલર ફિલ્મ આવતાં વર્ષે સીધી ઓટીટી પર રીલિઝ થવાની છે. 

સની દેઓલ અને અક્ષય ખન્ના ૨૯ વરસ પછી એક ફિલ્મમા ંસાથે કામ કરશે.  છેલ્લે તેઓ ૧૯૯૭માં જે પી દત્તાની 'બોર્ડર'માં સાથે જોવા મળ્યા હતા.  આ ફિલ્મમાં સની દેઓલ, અક્ષય ખન્ના ઉપરાંત દિયા મિર્ઝા અને સંજીદા શેખ મુખ્ય ભૂમિકામાં હોવાનો દાવો પણ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. 'ગદ્દર ટુ' પછી સની દેઓલ અને 'છાવા' તથા 'ધુરંધર' પછી અક્ષય  ખન્નાની કેરિયરને નવો બૂસ્ટ મળ્યો છે.  જોકે, તેમ છતાં આ નવી ફિલ્મ શરુઆતથી  જ એક ઓટીટી પ્રોડક્શન હોવાથી તેને થિયેટરમાં રીલિઝ કરવામાં નહિ આવે તેમ કહેવાય છે.