સની દેઓલ, અક્ષય ખન્નાએ ઓટીટી પ્રોજેક્ટ માટે શૂટિંગ શરૂ કર્યું

- બંને કલાકારો બીજી ઈનિંગમાં ઓટીટી પર ટકરાશે
- થ્રીલર ફિલ્મમાં સંજીદા શેખની પણ એન્ટ્રી : સિદ્ધાથ પી. મલ્હોત્રાનું દિગ્દર્શન
મુંબઈ : સની દેઓલ અને અક્ષય ખન્ના બંને પોતાની બીજી ઈનિંગમાં એક પછી એક ફિલ્મોમાં ધમાલ મચાવી રહ્યા છે.
બંને કલાકારોએ હવે એક નવી એક્શન થ્રીલર માટે કોલબરેશન કર્યુું છે. જોકે, આ વખતે તેઓ મોટા પડદા પર નહિ પરંતુ ઓટીટી પર દેખાવાના છે.
સની દેઓલ આ પ્રોજેક્ટ દ્વારા ઓટીટી પર ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે અક્ષય અને સનીએ મુંબઈમાં શૂટિંગ પણ શરુ કરી દીધું છે.
સિદ્ધાર્થ પી. મલ્હોત્રા આ પ્રોજેક્ટનું દિગ્દર્શન કરી રહ્યો છે.
ફિલ્મની સ્ટોરી લાઈન કે અન્ય કલાકારો અંગે હજુ ખાસ વિગતો બહાર આવી નથી. જોકે, ફિલ્મમાં સંજીદા શેખની પણ એન્ટ્રી થઈ હોવાનું કહેવાય છે.

