Get The App

કરિશ્માનો ભૂતપૂર્વ પતિ દુનિયાના સૌથી મોટા ધનિકોમાં હતો સામેલ, જાણો કેટલી સંપત્તિના માલિક હતા

Updated: Jun 13th, 2025

GS TEAM

Google News
Google News
કરિશ્માનો ભૂતપૂર્વ  પતિ દુનિયાના સૌથી મોટા ધનિકોમાં હતો સામેલ, જાણો કેટલી સંપત્તિના માલિક હતા 1 - image


Sunjay Kapur Networth: બોલિવૂડની અભિનેત્રી કરિશ્મા કપૂરના એક્સ હસબન્ડ અને બિઝનેસમેન સંજય કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છવાયો છે. ઇંગ્લૅન્ડમાં પોલો રમતી વખતે તેમને હાર્ટએટેક આવ્યો હતો. વર્ષ 2003માં સંજય કપૂરે કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો પણ છે. તેમની દીકરીનું નામ સમાયરા અને પુત્રનું નામ કિયાન છે. વર્ષ 2016માં બંને એ છૂટાછેડા લીધા હતા. 

જાણો સંજય કપૂરની કૂલ સંપત્તિ વિશે 

સંજય કપૂરનું નામ દુનિયાના ધનિકોમાં સામેલ હતું. રિપોર્ટ્સ અનુસાર સંજય કપૂરની નેટવર્થ 10,300 કરોડ રૂપિયા છે. તેઓ 'સોના કોમસ્ટાર'ના માલિક હતા, જે ગ્લોબલ ઓપરેશન્સમાં લીડિંગ ઓટોમોટિવ કોમ્પોનેન્ટ ફર્મ છે. આ ફર્મ ભારતની સાથે ચીન, મેક્સિકો, સર્બિયા અને યુએસમાં મેન્યુફેક્ચરિંગ કરે છે. રિપોર્ટ્સ અનુસાર તેઓ દુનિયાના 2703માં સૌથી ધનવાન વ્યક્તિ હતા. સંજયના પિતાએ સોના કોમસ્ટારની શરુઆત 1997માં કરી હતી. સંજયે કૉલેજ પછીથી જ ફેમિલી બિઝનેસની જવાબદારી લીધી હતી.

કરિશ્માનો ભૂતપૂર્વ  પતિ દુનિયાના સૌથી મોટા ધનિકોમાં હતો સામેલ, જાણો કેટલી સંપત્તિના માલિક હતા 2 - image

કરિશ્મા કપૂર સાથે છૂટાછેડા બાદ પ્રિયા સચદેવ સાથે કર્યા હતા લગ્ન 

નોંધનીય છે કે, 2016માં બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર સાથે છૂટાછેડા લીધા બાદ સંજય કપૂરે વર્ષ 2017માં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયા સચદેવ વ્યવસાયે મોડલ અને અભિનેત્રી છે. 2018માં તેમણે દીકરા અજારિયસને જન્મ આપ્યો હતો. સંજયના આ ત્રીજા લગ્ન હતા. 

Tags :