Get The App

બોલીવુડ બોયકોટ બંધ કરાવો, સુનીલ શેટ્ટીએ ભાજપના દિગ્ગજ CMને કરી અપીલ

"અમે બધા આખો દિવસ ડ્રગ્સ નથી લેતા" - સુનીલ શેટ્ટી

Updated: Jan 6th, 2023

GS TEAM

Google News
Google News
બોલીવુડ બોયકોટ બંધ કરાવો, સુનીલ શેટ્ટીએ ભાજપના દિગ્ગજ CMને કરી અપીલ 1 - image

મુંબઈ, 6 જાન્યુઆરી 2023 

UP CMએ મુંબઈમાં કરી મીટીંગ: 
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ગત ગુરુવારે મોહનગરી મુંબઈની મુલાકાતે ગયા હતા. અને ત્યાં  યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશમાં ભવિષ્યમાં નિર્માણ પામનારી ફિલ્મ સીટી માટે તેઓ મુંબઈ આવ્યા હતા.  

આ દરમિયાન તેમણે યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ માટે અમુક મોટા બિઝનસમેન સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બોલીવુડના જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટીએ  યુપીના સીએમને બોલીવુડ બોયકોટ બંધ કરાવવા માટે અપીલ કરી હતી. 

સુનીલ શેટ્ટીએ યોગી આદિત્યનાથ સાથે કરી મુલાકાત:
યોગી આદિત્યનાથે મુંબઈની મુલાકાત દરમિયાન બોલીવુડ હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમાં 90ના દશકના લોકપ્રિય અભિનેતા સુનીલ શેટ્ટી પણ આદિત્યનાથને મળવા પહોચ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમાં સુનીલ શેટ્ટીએ બોલીવુડને બોયકોટ કરવાના ટ્રેન્ડ વિશે ટીપ્પણી કરતા કહ્યું હતું કે, "ઇન્ડસ્ટ્રીમાં 99% લોકો એવા છે જે  ડ્રગ્સ નથી લેતા"

તેમણે વધુમાં કહ્યું  હતું કે સેલેબ્સ આખો દિવસ ડ્રગ્સનો નશો નથી કરતા, કે ના દરેક અભિનેતા ખરાબ કામ કરે છે. આ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 99%થી વધુ લોકો સારા છે અને તેમના દમ પર જ ભારતને બીજા દેશો સાથે અમારી ફિલ્મો અને સંગીતે જોડ્યું છે. અમુક લોકોના લીધે આખી ઇન્ડસ્ટ્રીને બદનામ કરવી તે યોગ્ય નથી. 

બોયકોટના ટ્રેન્ડને રોકવો જરૂરી:
પોતાની વાત યોગી આદિત્યનાથ સામે રજુ કરતા સુનીલ શેટ્ટીએ તેમને વિનંતી કરતા કહ્યું હતું કે, " ઇન્ડસ્ટ્રીના વિરોધમાં ચાલી રહેલા બોયકોટ ટ્રેન્ડને અટકાવવો જોઈએ. તેનાથી ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન  વેઠવું પડી રહ્યું છે. મારી તમને અરજી છે કે તમે આ વિષય પર ચર્ચા કરો અને આ બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે  પણ વાત કરવા ભલામણ કરી હતી. તેમનું માનવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રત્યે લોકોમાં રહેલી વિરોધની લાગણીને રોકવી અનિવાર્ય થઈ ગઈ છે.