બોલિવૂડમાં દીકરા અહાન શેટ્ટી માટે અવરોધ બનતા લોકોને સુનીલ શેટ્ટીની લાસ્ટ વૉર્નિંગ
Suniel Shetty : સુનિલ શેટ્ટીએ 90ના દશકામાં એક્ટિંગમાં પોતાના અલગ અંદાજમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આજે વિશ્વભરમાં તેમના ચાહકો જોવા મળી રહ્યા છે, જે એક્ટરના કોઈ પણ પ્રોજેક્ટ માટે રાહ જોતા હોય છે. તો હાલમાં તેમના પુત્ર અહાન શેટ્ટી પણ પિતાના પગલે બોલિવુડમાં પગ જમાવવાની કોશિશ કરી રહ્યો છે. જોકે, દરેક નવા કલાકારની જેમ તેને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ અહીં બોલિવૂડના અન્ના એટલે કે સુનિલ શેટ્ટી તેનો હાથ પકડીને ઉભા છે. ત્યારે આવી સ્થિતિમાં સુનિલે કેટલાક લોકોને ખુલ્લી ધમકીઓ પણ આપી છે.
અહાનની પાસે મોસ્ટ અવેટેડ ફિલ્મ
ફિલ્મ 'તડપ' થી 2021માં પોતાના કરિયરની શરુઆત કરનાર અહાન શેટ્ટી પાસે હાલમાં એક મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બોર્ડર 2' છે. તેના પહેલા ભાગમાં સુનિલ શેટ્ટીએ જબરજસ્ત એક્ટિંગ કરી તેના પાત્રને યાદગાર બનાવી દીધી છે. તો પિતા પછી હવે અહાનને બોર્ડર 2 માં એક આર્મી ઓફિસર તરીકેના રોલમાં જોવા મળવાનો છે. તે દરમિયાન હાલમાં જ સુનિલ શેટ્ટીએ તેના દિકરાને આ ફિલ્મમાં કામ કરવાને લઈને ખુલ્લીને વાત કરી છે. આ દરમિયાન અહાન અંગે ખોટી અફવા ફેલાવી રહેલા લોકો પર ગુસ્સે થયા હતા.
સુનીલ શેટ્ટીનો ચોંકાવનારો ખુલાસો
સુનિલે કહ્યું, 'જ્યારથી અહાને 'બોર્ડર 2' સાઈન કરી છે, ત્યારથી તેની પાસેથી ઘણા પ્રોજેક્ટ છીનવાઈ રહ્યા છે.' અહાનને ઘણી ફિલ્મોમાંથી બહાર કરવામાં આવ્યો અને તેના માટે તેને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. બીજાઓના અહંકારને કારણે તેણે ઘણી તકો ગુમાવી છે. જોકે, મેં તેમને કહ્યું કે, આ ફિલ્મ તેમને દાયકાઓ સુધી જીવંત રાખશે, જેમ પહેલી 'બોર્ડર' એ મને આજ સુધી જીવંત રાખ્યો છે. અફવાઓ ફેલાવવામાં આવી હતી કે તે પોતાની સાથે મોંઘા બોડીગાર્ડ્સ રાખે છે અને અહાન વિરુદ્ધ ખોટા પેઈડ આર્ટિકલ્સ છપાવવામાં આવ્યા હતા.
સુનિલે આપી ધમકી
સુનિલ શેટ્ટીએ આ પહેલા મેં ક્યારેય આ અંગે વાત નથી કરી, પરંતુ હવે મારે કહેવું જોઈએ. તેની વિરુદ્ધ આ નેગેટિવિટી માત્ર એટલા માટે ફેલાવવામાં આવી રહી છે, કારણ કે, તેણે બોર્ડર 2 સાઈન કરી છે. જ્યારે બીજા લોકો ઈચ્છે છે કે, બોર્ડર 2 નહીં, પરંતુ તેમની ફિલ્મ ચાલે. સુનિલે કહ્યું કે, જો આવું ચાલતું રહેશે તો હું એક પ્રેસ કોન્ફરન્સ કરીશ અને બધાના નામ જાહેર કરીશ અને ધજાગરા બોલાવીશ. અભિનેતાનું આ નિવેદન આ સમયે ખૂબ વાયરલ થઈ રહ્યું છે.