Get The App

ભારતીય સિનેમાના પિતાના જીવન પર આધારિત ફિલ્મ લઈને આવશે એસએસ રાજામૌલી

Updated: Sep 21st, 2023

GS TEAM


Google News
Google News
ભારતીય સિનેમાના પિતાના જીવન પર આધારિત ફિલ્મ લઈને આવશે એસએસ રાજામૌલી 1 - image


- આ ફિલ્મ રાજામૌલી તેમના પુત્ર એસએસ કાતકેય સાથે મળીને પ્રોડયુસ કરશે

મુંબઈ : ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ આરઆરઆર ના દિગ્દર્શક એસએસ રાજામૌલી હવે ભારતીય સિનેમાના પિતા દાદા સાહેબ ફાળકેના જીવનને દર્શાવતી બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ વિજેતા નિર્દેશક નીતિન

કક્કર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવશે. ફિલ્મનુ નામ મેડ ઇન ઈન્ડિયા રાખવામા આવ્યું છે. એસએસ રાજામૌલીએ બાહુબલી અને આરઆરઆર જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.

દાદા સાહેબ ફાળકેને ફાધર ઓફ ઈન્ડિયન સિનેમા તરીકે જાણવામાં આવે છે. તેમણે ૧૯૩૧માં દેશની પ્રથમ ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર બનાવી હતી.

મેડ ઈન ઈન્ડિયાની જાહેરાત કરતી વખતે એસએસ રાજામૌલીએ ટ્વિટર એક્સ પર લખ્યું કે જ્યારે મે ફિલ્મની વાર્તા સાંભળી ત્યારે હું રડી પડયો. અને મે તરતજ આ બાયોપિક બનાવવા માટે હા કરી દીધી.

Tags :