app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

પઠાણ ખાલી આટલું જોવા જજો, નહીંતર પૈસા પડી જશે

શાહરુખ ખાન અને એક્શન રસિકો માટે ટ્રીટ

ડાયલોગ્સ જોરદાર, વાર્તા નબળી

Updated: Jan 25th, 2023

IMAGE: Twitter




અમદાવાદ, 25 જાન્યુઆરી 2023    

આખરે ભારે વિવાદો અને સેન્સર બોર્ડે સજેસ્ટ કરેલા અમુક સુધારા સાથે  આજે રીલીઝ થયેલી બહુચર્ચિત ફિલ્મ 'પઠાણ'ને  દેશભરમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. શાહરુખ ખાન , જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' એક્શનથી ભરપુર લોજીક  વગરની થ્રીલર ફિલ્મ છે. શાહરુખ ખાન અને એક્શન ફીલ્મના ચાહકોને આ ફિલ્મ ભરપુર પૈસા વસુલ લાગશે ત્યારે ચાલો જાણીએ શાહરૂખ ખાનની 'પઠાણ' વિશે... 

SRKની એક્શન થ્રીલર છે 'પઠાણ'
સલમાન ખાનની ટાઈગર અને હ્રીતિક રોશનની કબીરની હરોળમાં મૂકી શકાય તેવી પઠાણ, ડીરેક્ટર સિદ્ધાર્થ આનંદની બેંગ બેંગ અને વોર પછીની આ વધુ એક એક્શન થ્રીલર છે. સિદ્ધાર્થની ફિલ્મના પાત્રો એકદમ બ્રેથ ટેકિંગ છે, હોટ અવતારમાં દીપિકા પાદુકોણ હોય કે પછી મસલ્સ મેન જ્હોન અબ્રાહમ- તમને એક પણ સેકન્ડ માટે સ્ક્રીન  પરથી ધ્યાન હટવા દેશે નહિ, લાંબા અંતરાલ બાદ કમ બેક કરી રહેલ શાહરુખ ખાન ફરી એક વાર બોલીવુડનો કિંગ ખાન સાબિત થશે. 'પઠાણ' નો પઠાણ એટલે કે એસારકેની આ એક્શન પેક્ડ ધમાલ ફિલ્મમાં તેના સિક્સ પેક એબ્સ અને VFX શાહરુખ ખાનના ફેનમાં જબદસ્ત ક્રેઝ ઉભો કરશે પણ સમાન્ય જનતાને  આ ફિલ્મમાં મિનીંગફૂલ વાર્તા કે લોજીકની સતત ગેરહાજરી વર્તાશે. 

પઠાણની વાર્તા
ફિલ્મની વાર્તા પઠાણ એટલે કે શાહરુખ ખાનની આસપાસ આકાર લે છે. તે એક એક્સ આર્મીમેન છે જે એક અન્ડર કવર એજન્ટ બનીને મિશન પર ગયો હતો ત્યાં પકડાઈ ગયો હતો અને હવે દેશ સેવા કરે છે. તેના પકડાઈ જવા પાછળનું કારણ તે તેના જ માણસોને માને છે જેમનો એક મુખ્ય છે રો નો એજન્ટ જીમ જેનું કિરદાર જ્હોન અબ્રાહમ ભજવે છે, ફિલ્મની વાર્તામાં શાહરુખ ખાનના પાત્રનો પરિચય ફ્લેશ બેકમાં થાય છે જ્યાં ISI એજન્ટ રૂબીના એટલે કે દીપિકા પાદુકોણની વાત આવે છે જે પણ આ મિશનમાં તેની સાથે હોય છે. હવે શું થયું હોય છે પઠાણ સાથે? અને કોણે કર્યો હોય છે તેને દગો એ જાણવા તમારે થીયેટર સુધી જવું પડશે. આ ફિલ્મના લોકેશન એક હતી એક ચડિયાતા છે અને એક્શન સિક્વન્સ અને VFX પણ કાબિલે તારીફ છે. 

146 મિનીટની આ ફિલ્મના એક્શન સીન્સ અને ડાયલોગ તમને છેક સુધી જકડી રાખશે, ફિલ્મમાં અમુક ડાયલોગ ખુબ જોરદાર છે પણ વાત કરીએ ઓવરઓલ વાર્તાની તો તે ક્યાંક નબળી પડતી દેખાય છે પણ તેના વિકલ્પમાં શાહરૂખ અને જ્હોનના ફાઈટ સીન્સ તમને બોર નહિ થવા દે, તમે શાહરુખને ટ્રેન પર પહેલા ડાન્સ કરતા જોયા છે આમાં તેમને ટ્રેન પર ફાઈટ કરતા જોશો. 

પઠાણ એક ફૂલ ઓન મસાલા ફિલ્મ છે જે એક કમર્શિયલ બ્લોકબસ્ટર સાબિત થશે પણ જો તમે સ્ટોરી કે લોજીકની આશા વગર જશો તો ખરેખર આ વિકેન્ડમાં મગજને પ્રફુલ્લિત કરી દે તેવી શાહરુખ ખાન અને એક્શન ફિલ્મના ચાહકો માટે એક વિઝ્યુઅલ ટ્રીટ છે અને હા, ફિલ્મનો એન્ડ જોવાનું ખાસ ચુકતા નહિ, ખુબ ઓછી વાર એવું બનતું હોય છે કે બે સુપરસ્ટાર એક સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળે.   

પઠાણ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રીલીઝ થઇ છે, આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદે ડીરેક્ટ કરી છે અને યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ 25 જાન્યુઆરીના રોજ દેશભરમાં રીલીઝ થઇ છે. 

આ ફિલ્મને તેની રિલીઝના પહેલા જ દિવસે ભારે વિરોધ બાદ ખાસ્સું મોટું ઓપનીંગ મળ્યું છે અને તેણે પહેલા જ દિવસે અધધધ કામની કરી છે ત્યારે ચલો કરીએ એક નજર કે ફિલ્મ ક્રિટીક્સનુ આ ફિલ્મ વિશે શું કહેવું છે. 


Gujarat