Get The App

કાર્તિકની રોમેન્ટિક ફિલ્મમાં તૃપ્તિ ડિમરીને સ્થાને શ્રીલીલા

Updated: Feb 13th, 2025

GS TEAM


Google News
Google News
કાર્તિકની રોમેન્ટિક ફિલ્મમાં તૃપ્તિ ડિમરીને સ્થાને શ્રીલીલા 1 - image


- શ્રીલીલાને બોલીવૂડમાં બીજી ફિલ્મ મળી

- અનુરાગ બસુ દ્વારા દિગ્દર્શિત  રોમાન્ટિક  ફિલ્મને આશિકી થ્રી ટાઈટલ નહિ અપાય

મુંબઇ :  કાર્તિક આર્યનની રોમેન્ટિક ફિલ્મમાં તૃપ્તિ ડિમરીની જગ્યાએ શ્રીલીલા ગોઠવાઈ ગઈ હોવાનું જાણવા મળે છે. 'પુષ્પા ટૂ 'ના આઈટમ સોંગ 'કિસિક'થી જાણીતી શ્રીલીલાને બોલીવૂડમાં આ બીજો પ્રોજેક્ટ મળ્યો છે. 

અનુરાગ બસુ  દિગ્દર્શિત આ ફિલ્મને અગાઉ 'આશિકી થ્રી' તરીકે ઓળખાવાતી હતી. જોકે, કાનૂની વિવાદને કારણે હવે ફિલ્મનું ટાઈટલ બદલાશે. અનુરાગ બસુ આવતા મહિનેથી   ફિલ્મનું શૂટિંગ શરુ કરશે. 

શ્રીલીલા  મેડોક ફિલ્મસ દ્વારા નિર્મિત એક પ્રોજેક્ટમાં ઇબ્રાહિમ અલી ખાન સાથે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે. આ વરસની શરૂઆતમાં ફિલ્મના  સ્ક્રિપ્ટ-રીડિંગ સેશન દરમિયાન બન્ને મુંબઇમાં સાથે જોવા મળ્યા હતા. 

Tags :