Get The App

શ્રીલીલાનો છબરડોઃ આર્ટસ કોલેજમાં જઈ પૂછ્યું, અહીં ડોક્ટરો કેટલા?

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
શ્રીલીલાનો છબરડોઃ આર્ટસ કોલેજમાં જઈ પૂછ્યું, અહીં ડોક્ટરો કેટલા? 1 - image

- લોકોએ સાઉથની આલિયાની ઉપમા આપી 

- શ્રીલીલા ખુદ ક્વોલિફાઈડ એમબીબીએસ હોવા છતાં આવો સવાલ પૂછતાં હાસ્યની છોળો

મુંબઈ : સાઉથની હિરોઈન શ્રીલીલાએ એક આર્ટસ કોલેજમાં જઈ અહીં ડોક્ટરો કેટલા છે તેવો સવાલ કરતાં હાસ્યની છોળો ઉડી હતી. તેનો આ વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ બન્યો છે અને નેટયૂઝર્સએ તેને સાઉથની આલિયા ભટ્ટની ઉપમા પણ આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે વર્ષો અગાઉ આલિયા ભટ્ટ પણ તેનાં કંગાળ સામાન્ય નોલેજ માટે મજાકનો ભોગ બની હતી. 'પુષ્પા ટુ'માં આઈટમ સોંગ દ્વારા જાણીતી બનેલી શ્રીલીલા પોતાની તમિલ ફિલ્મ 'પરાશક્તિ'ના પ્રમોશન માટે એક આર્ટ્સ  કોલેજમાં ગઈ હતી. જોકે, પોતે એક આર્ટ્સ કોલેજમાં છે તે પળવાર માટે ભૂલી ગઈ હતી. શ્રીલીલા પોતે ક્વોલિફાઈડ એમબીબીએસ હોવાથી  તેણે અહીં ડોક્ટરો કેટલા છે તેવું સાહજિક રીતે જ પૂછી લીધું હતું. તેનો આ સવાલ સાંભળ્યા પછી સહકલાકારો અને વિદ્યાર્થીઓ પણ ખડખડાટ હસી પડયા હતા. ત્યારબાદ શ્રીલીલાને પોતે છબરડો વાળ્યો છે તેવો  ખ્યાલ આવ્યો હતો.