ઓક્ટો. કે નવે.માં કેટરિના માતા બને તેવી અટકળો
- ફરી કેટરિનાની પ્રેગનન્સીની ચર્ચા ચાલી
- છેલ્લા કેટલાય સમયથી જાહેરમાં હાજરી ટાળે છે, મોટાભાગે લૂઝ વસ્ત્રો જ પહેરે છે
મુંબઇ : કેટરિના કૈફ પ્રેગનન્ટ હોવાની અટકળો ફરી શરુ થઈ છે. આ વખતે તો કેટરિના અને વિકીના નજીકના સૂત્રોના હવાલાથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટરિનાની ડિલિવરી આગામી ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં થઈ શકે છે. જોકે, આ ચર્ચાઓને કેટરિના કે વિકી તરફથી કોઈ સમર્થન અપાયું નથી.
કેટરિના અને વિકીનાં લગ્નને ચાર વર્ષ થઈ ગયાં છે. તે પછી એકથી વધુ વખત કેટરિનાની પ્રેગનન્સીની અટકળો ફેલાઈ ચૂકી છે.
જોકે, સૂત્રોના દાવા અનુસાર આ વખતે અટકળોમાં તથ્ય છે. કેટરિના છેલ્લા કેટલાય સમયથી ભાગ્યે જ જાહેરમાં દેખાય છે. તે ક્યારેક ક્યાંક બહાર જોવા મળે છે તો પણ તેણે એકદમ લૂઝ વસ્ત્રો ધારણ કર્યાં હોય છે. કેટરિનાએ છેલ્લા કેટલાય સમયથી બોલીવૂડમાં કોઈ નવો પ્રોજેક્ટ પણ સ્વીકાર્યો નથી. તેના પરથી તે આ વખતે ખરેખર પ્રેગનન્ટ હોવાની અટકળો વ્યાપક બની છે.