આમિર અલ્લુ અર્જુનને લઈ ફિલ્મ બનાવે તેવી અટકળો
- અલ્લુ આમિરના ઘરે જોવા મળતાં ચર્ચા
- અલ્લુ અર્જુને હજુ સુધી બોલીવૂડનાં કોઈ બેનરની ફિલ્મ સ્વીકારી નથી
મુંબઇ : અલ્લુ અર્જૂન આમિર ખાનનાં પ્રોડક્શન હેઠળની કોઈ ફિલ્મમાં કામ કરશે તેવી અટકળો છે. અલ્લુ અર્જૂન તાજેતરની તેની મુંબઈની મુલાકાત દરમિયાન આમિરના ઘરે મળવા ગયો હતો. તે પરથી આ અટકળો શરુ થઈ છે.
અલ્લુની ગણના હાલ ભારતના સૌથી સફળ સ્ટારમાં થાય છે. જોકે, તેની બધી ફિલ્મો મુખ્યત્વે સાઉથનાં બેનરોએ બનાવેલી છે. તેણે હજુ સુધી મૂળભૂત રીતે બોલીવૂડના કોઈ પ્રોડયૂસરના બેનરમાં કામ કર્યું નથી.
આમિર ખાન મહાભારત પર કામ કરવાની તૈયારી શરૂ કરવાનો છે તેથી એક અટકળ એવી પણ છે કે, અલ્લુ અર્જુન કદાચ આ ફિલ્મ માટે ચર્ચા કરવા આવ્યો હોય તેવું બની શકે છે.
જોકે, આ મુલાકાત સંદર્ભમાં બંને કલાકારો દ્વારા હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી અપાઈ નથી.