Get The App

તેરે ઈશ્ક મેં માં ધનુષ એરફોર્સ ઓફિસરના રોલમાં હોવાની અટકળો

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
તેરે ઈશ્ક મેં માં ધનુષ એરફોર્સ ઓફિસરના રોલમાં હોવાની અટકળો 1 - image

- પહેલા લૂક કરતાં તદ્દન અલગ લૂક બહાર આવ્યો 

- આનંદ એલ રાયની આ ફિલ્મમાં કૃતિ સેનન ધનુષની હિરોઈન છે

મુંબઈ: ધનુષ તેની આગામી ફિલ્મ 'તેરે ઈશ્ક મેં'માં એરફોર્સ ઓફિસરનો રોલ ભજવી  રહ્યો હોવાની અટકળો છે. તાજેતરમાં ફિલ્મના સેટ પરથી ધનુષની એક તસવીર રીલિઝ થઈ છે. તેમાં તે એરફોર્સ ઓફિસરના યુનિફોર્મમાં દેખાય છે. તેની હેરસ્ટાઈલ અને મૂછ પણ કોઈ સૈન્ય અધિકારી જેવાં દેખાય છે. 

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ધનુષ ખરેખર એરફોર્સ અધિકારીની ભૂમિકામાં જ છે કે નહિ. ફિલ્મ સર્જક આનંદ એલ રાયે આ ફિલ્મની વાર્તા વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ તે તેમની ધનુષ સાથેની અગાઉની ફિલ્મ 'રાંઝણા'ની જેમ એક આવેગશીલ લવ સ્ટોરી જ હશે તેમ મનાય છે. 

અગાઉ આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારે ધનુષનો જે લૂક પ્રગટ થયો હતો  તેના અને હવે આ નવા  લૂૂકમાં આસમાન જમીનનું અંતર છે.

 પહેલીવાર ધનુષનો જે લૂક પ્રગટ કરાયો હતો તેમાં તે બહુ જ વધારાયેલા  વાળ અને મેલાંઘેલાં કપડાંમાં દેખાયો હતો. ઉલ્લેખનીય છે કે 'રાંઝણા'માં ધનુષે પહેલાં એક ટપોરી યુવક અને બાદમાં વિદ્યાર્થી  ચળવળકારની ભૂમિકા ભજવી હતી. 

Tags :