- કિર્તી છૂટાછેડાના ચાર વર્ષ બાદ ફરી પ્રેમમાં
- બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી અટકળો ફોર મોર શોટ્સમાં સાથે કામ કર્યું હતું
મુંબઈ: કિર્તી કુલ્હારી એક્ટર રાજીવ સિદ્ધાર્થ સાથે ડેટિંગ કરી રહી હોવાની અટકળો છે. છેલ્લા કેટલાય સમયથી બંને સોશિયલ મીડિયા પર એકદમ ઈન્ટીમેટ પોસ્ટસ મૂકી રહ્યાં છે અને પ્રેમ સંદેશાઓની આપલે પણ કરી રહ્યાં છે. તેના પરથી આ અટકળોએ જોર પકડયું છે.
કિર્તી અને રાજીવ બંનેએ 'ફોર મોર શોટ્સ પ્લીઝ' વેબ શો માં સાથે કામ કર્યું હતું. આ શોમાં બંનેની જોડી દેખાડાઈ ન હતી પરંતુ તેના સેટ પર જ બંને વચ્ચે અફેર શરુ થયું હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે કિર્તીએ અગાઉ સાહિલ સહેગલ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, લગ્નનાં પાંચ જ વર્ષમાં ૨૦૨૧માં તેમણે છૂટાછેડા લઈ લીધા હતા.
કિર્તી અને રાજીવ બંનેએ ફીચર ફિલ્મોને બદલે ઓટીટી શોનાં ક્ષેત્રમાં જ પોતાની કેરિયર પર ફોક્સ કર્યું છે.


