Get The App

આલિયા ભટ્ટ ફરી પ્રેગનન્ટ હોવાની ચાહકો દ્વારા અટકળો

Updated: Jun 19th, 2025

GS TEAM


Google News
Google News
આલિયા ભટ્ટ ફરી પ્રેગનન્ટ હોવાની ચાહકો દ્વારા અટકળો 1 - image


- છેલ્લા કેટલાક સમયથી ઓવરસાઈઝ વસ્ત્રો પહેરે છે

- વર્ક આઉટ સેશનના ચુસ્ત પરિધાનમાં આલિયાના વીડિયો જોયા બાદ ચાહકોનો તર્ક

મુંબઇ : આલિયા ભટ્ટ ફરી પ્રેગનન્ટ છે કે શું તેવા તર્કવિતર્ક શરુ થઈ રહ્યા છે. તેના તાજેતરના કેટલાક વીડિયો  પરથી કેટલાક ચાહકો આવો તર્ક લડાવી રહ્યા છે.

આલિયા ભટ્ટ થોડા દિવસો પહેલા પુત્રી રાહા સાથે એક ક્લિનિકની બહાર નીકળતી જોવા મળી હતી. ત્યારે તેણે ઓવરસાઇઝ સફેદ સ્વેટ શર્ટ પહેર્યુ હતું. તો વળી હાલમાં તે જિમનેશિયમમાંથી બહાર નીકળતી વખતે વર્કઆફટ સેશનના ચુસ્ત પરિધાનમાં  તેનો બેબી બમ્પ સ્પષ્ટ જણાતો હોવાનું કેટલાક ચાહકોએ નોંધ્યું હતું. તેનો આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તે ફરી પ્રેગનન્ટ હોઈ શકે તેવી અટકળો વ્યક્ત કરી હતી. 

તાજેતરમાં કાન ફેસ્ટિવલમાં પણ આલિયાનાં વસ્ત્રો પરથી તે ફરી પ્રેગનન્ટ હોવાની ચર્ચા થઈ હતી. 

આલિયા અને રણબીર ૨૦૨૨માં દીકરી રાહાનાં માતાપિતા બન્યાં છે. તેઓ ટૂંક સમયમાં તેમના નવા રિનોવેટેડ બંગલામાં વસવાટ કરવા જવાનાં છે. આ બંગલો તેમણે રાહાના નામે રજિસ્ટર કરાવ્યો હોવાનું કહેવાય છે. 

Tags :