Get The App

56મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં ધર્મેન્દ્રને સ્પેશિયલ શ્રદ્ધાંજલિ

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
56મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં ધર્મેન્દ્રને સ્પેશિયલ શ્રદ્ધાંજલિ 1 - image

- ઉપરાંત પણજીના થિયેટરમાં શોલેની બાઇકને ડિસ્પ્લેમાં રાખવામાં આવી

મુંબઇ : ગોવાના પણજીમાં હાલ ૫૬મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. તેવામાં પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થવાથી ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં એક મિનિટનું મૌન રાખીને તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ઉપરાંત  ૨૭ નવેમ્બરના રોજ આ ફેસ્ટિવલમાં શોલે ફિલ્મના યાદગાર ૫૦ વરસની ઉજવણીનું સેશન યોજવામાં આવશે. જેમાં ફિલ્મના દિગ્દર્શક રમેશ સિપ્પી હાજર રહેશે. ધર્મેન્દ્રને સ્પેશિયલ ટ્રિબ્યુટ આપવા માટે  ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલી બાઇકને પણ ડિસ્પેલમાં મુકવામાં આવી છે.જે બાઇક  પર ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન જય-વીરૂના રોલમાં તેમની દોસ્તી માટે  યહ દોસ્તી હમ નહીં તોડેંગે ગીત ગાયું હતું.રસપ્રદ છે કે, આ પાંચ મિનિટના ગીતના શૂટિંગને ૨૧ દિવસ લાગ્યા હતા.

ધર્મેન્દ્ર વગર 'અપને ટુ' નહીં બની શકે:અનિલ શર્માની ઘોષણા

- ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તૈયાર હોવા છતાં આ શમણું અધુરુ રહી જશે

મુંબઇ : લાંબી બીમારી પછી ધર્મેન્દ્રનું ૮૯ વરસની  વયે ૨૪ નવેમ્બરના રોજ નિધન થઇ ગયું હતું. આ પછી તેમની ફિલ્મ 'અપને' ની સીકવલ 'અપને ટુ ' નહીં બની શકે એવી ઘોષણા કરવામાં આવી છે. ફિલ્મસર્જક અનિલ શર્માએ જણાવ્યું હતું કે, અપને ફિલ્મ ૨૦૦૭માં રિલીઝ થઇ હતી, જેમાં  ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલ લીડ રોલમાં હતા. અપને ટુમાં ત્રણ પેઢી જોવા મળવાની હતી. જેમાં ધર્મેન્દ્ર, સની અને બોબી સાથે કરણ દેઓલ પર લીડ રોલમાં હતો. ફિલ્મની ઘોષણા થઇ ગઇ હતી, જોકે શૂટિંગ શરૂ કરવામાં આવ્યું નહોતું. હવે ધર્મેન્દ્ર વગર આ ફિલ્મ બની શકે  એ શક્ય જ નથી. અનિલ શર્માએ વધુમાં કહ્યું હતું કે, અપને ટુ ફિલ્મ અપને વગર બની શકે નહીં. 

ધર્મજી વગર આ સીકવલ બનાવવી પોસિબલ નથી. બધુ જ ટ્રેક પર હતું અને સ્ક્રિપ્ટ પણ તૈયાર હતી. પંરંતુ તે આપણને છોડીને જતા રહ્યા છે. ઘણા શમણાં પુરા થતા હોતા નથી.તેમના વગર આ ફિલ્મ શક્ય જ નથી. 

ઉલ્લેખનીય છે કે, અનિલ શર્માએ ધર્મેન્દ્ર સાથે 'હુકુમત', 'એલાન એ જંગ', 'ફરિશ્તે','તહલકા' જેવી ફિલ્મો બનાવી છે.