Get The App

Special Ops 2 પોસ્ટપોન: કેકે મેનનની સીરિઝ 11 જુલાઈએ નહીં થાય રિલીઝ, નવી તારીખ જાહેર

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
Special Ops 2 પોસ્ટપોન: કેકે મેનનની સીરિઝ 11 જુલાઈએ નહીં થાય રિલીઝ, નવી તારીખ જાહેર 1 - image

                                                                                                                                                                                                                                                                             Image source:Instagram/kaykaymenon02

Special Ops 2: કેકે મેનનની મોસ્ટ અવેટેડ વેબ સીરિઝ 'સ્પેશિયલ ઑપ્સ સિઝન 2' માટે હવે દર્શકોને થોડી વધુ રાહ જોવી પડશે. હવે સમાચાર આવી રહ્યા છે કે સીરિઝની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે. રૉ એજન્ટ હિમ્મત સિંહની ભૂમિકા ભજવનાર અભિનેતા કેકે મેનનની પહેલી સિઝનને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો હતો. ત્યારબાદ તેની બીજી સિઝન માટે દર્શકોનો વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે હવે કેટલાક દિવસો સુધી યથાવત્ રહેશે. 11 જુલાઈએ આવનારી આ સીરિઝ હવે ક્યારે રિલીઝ થશે, ચાલો જાણીએ...

'સ્પેશિયલ ઑપ્સ સિઝન 2'ની રિલીઝ ડેટ એક અઠવાડિયા આગળ ધકેલાઇ છે. અભિનેતા કેકે મેનને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર આ બાબતે પોસ્ટ મૂકી ચાહકોને માહિતી આપી હતી કે હવે આ સીરિઝ 11 નહીં, પરંતુ 18 જુલાઈએ JioHotstar પર સ્ટ્રીમ થશે. દર્શકોને હજુ 10 દિવસ રાહ જોવી પડશે. જણાવી દઈએ કે, એક્શન અને થ્રિલર જોનરની આ સીરિઝમાં આ વખતે AI ટેકનોલોજીનો ખોટો ઉપયોગ દર્શાવવામાં આવશે. ટ્રેલરમાં કરણ ટેકર જોવા મળ્યા હતા, જે આ સિઝનથી કમબેક કરી રહ્યા છે. 2020માં રિલીઝ થયેલી પહેલી સિઝનની જેમ, હવે બીજી સિઝન પણ પાવર, પોલિટિક્સ અને એક્શનથી ભરપૂર હોવાની અપેક્ષા છે.

'સ્પેશિયલ ઑપ્સ સિઝન 2' કાસ્ટ 

બીજી સિઝનમાં, કેકે મેનન રિસર્ચ એન્ડ એનાલિટિકલ વિંગ (RAW) ના મુખ્ય પાત્રોમાંથી એક હિમ્મત સિંહની ભૂમિકા ભજવે છે. તેના ઉપરાંત કરણ ટેકર, વિનય પાઠક, તાહિર રાજ ભસીન, દિલીપ તાહિલ, પ્રકાશ રાજ, હિતેશ દવે, પરમીત સેઠી, કાલી પ્રસાદ મુખર્જી, મુઝમ્મિલ ઇબ્રાહિમ, સૈયામી, આરિફ ઝકારિયા, ગૌતમી કપૂર, કામાક્ષી ભટ્ટ, શિખા તલસાનિયા અને રેવતી જેવા કલાકારો છે. રસપ્રદ વાત એ છે કે, તાહિર રાજ ભસીન આ સીરિઝમાં મુખ્ય વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે.


Tags :