સ્પિરિટમાં પ્રભાસ સાથે દીપિકાને બદલે સાઉથની ઋકમણિ વસંત
- સંદિપ રેડ્ડી વાંગાનો બોલીવૂડથી મોહભંગ
- ઋકમણી અશોક ચક્રથી સન્માનિત શહીદ સૈન્ય અધિકારીની પુત્રી, પ્રભાસ કરતાં 17 વર્ષ નાની
મુંબઈ : સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ 'સ્પિરિટ'માંથી દીપિકા પદુકોણની એક્ઝિટ બાદ હવે સાઉથની જ ઋકમણિ વસંતને પ્રભાસની હિરોઈન તરીકે સાઈન કરાય તેવી સંભાવના છે. ફિલ્મ 'સપ્ત સાગરદાચે અલો'માં કામ કર્યા બાદ ઋકમણિ વસંત જાણીતી બની છે.
ઋકમણી વસંતના પિતા કર્નલ વસંત વેણુગોપાલ અશોક ચક્રથી સન્માનિત જવાન હતા. ૨૦૦૭માં ઉરીમાં ઘૂસણખોરોને અટકાવતાં તેઓ શહીદ થયા હતા. ઋકમણિની માતા ભરતનાટયમની જાણીતી નૃત્યાંગના છે.
ઋકમણિએ પણ લંડનમાં અભિનયની તાલીમ મેળવી છે. ઋકમણી પ્રભાસ કરતાં ઉંમરમાં ૧૭ વર્ષ નાની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દીપિકાએ ફી પેટે ૪૦ કરોડ રૂપિયા માંગ્યા હતા. જેની સામે નિર્માતા-નિર્દેશક તેને દસ કરોડ રૂપિયા જ આપવા તૈયાર હતા. પાછું દિપિકાએ ફિલ્મના નફામાં પણ હિસ્સો માંગ્યો હતો. દીપિકાએ રોજના છ જ કલાક શૂટિંગ માટે ફાળવાશે તેવી શરત પણ મૂકી હતી. આ બધાં કારણોથી મતભેદ સર્જાતાં તેણે ફિલ્મ છોડી દીધી છે.