સાઉથ એક્ટ્રેસ મહાલક્ષ્મીએ ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા...જુઓ તસવીરો
નવી દિલ્હી, તા. 05 સપ્ટેમ્બર 2022, સોમવાર
સાઉથની જાણીતી અભિનેત્રી મહાલક્ષ્મીએ ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. બંનેએ પરિવારના સભ્યો અને પોતાના નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લઈને નવા જીવનની શરૂઆત કરી હતી.
અભિનેત્રીના આ બીજા લગ્ન છે તેને પ્રથમ લગ્નથી એક પુત્ર પણ છે. બંનને એકબીજા સાથે નહોતુ બનતુ તેથી બંને અલગ થઈ ગયા હતા અને અભિનેત્રીએ હવે બીજા લગ્ન કર્યા છે. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકો આ તસવીરો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ કપલને અભિનંદન પાઠવ્યા છે જ્યારે અનેક લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે અભિનેત્રીએ અચાનક લગ્ન કરી લીધા છે.
અહેવાલ અનુસાર, બંનેની મુલાકાત 'વિડિયમ વરાઈ કથિરુ' દરમિયાન થઈ હતી. અહીંથી બંનની નિકટતા વધી હતી. લગ્નની તસવીરો શેર કરતા અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, હું મારા જીવનને નસીબદાર માનું છું કે તમે મારા જીવનમાં આવ્યા છો. તમે મારા જીવનને તમારા પ્રેમથી ભરી દીધું છે.'લવ યુ અમ્મુ.'
તમને જણાવી દઈએ કે, મહાલક્ષ્મી 'વાણી રાની', 'ચેલ્લામય', 'ઓફિસ', 'અરસી', 'થિરૂ મંગલમ', 'યામિરૂક્કા બયામેન' અને કેલાડી કનમની જેવી સીરિયલ્સમાં જોવા મળી છે. તે જ સમયે રવિન્દ્ર ચંદ્રશેખરે 'નાલનમ નંદિનિયમ', 'સુટ્ટા કઢાઈ', 'નત્પુના એન્નાનુ થેરીયુમા' અને 'મુરૂંગકાઈ ચિપ્સ' જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.