Get The App

રણબીરની રામાયણને મળ્યો 'રાવણ', સાઉથના સુપરસ્ટાર 'રોકી ભાઈ'ની એન્ટ્રી થઈ પાક્કી!

Updated: Oct 23rd, 2024

GS TEAM

Google News
Google News
રણબીરની રામાયણને મળ્યો 'રાવણ', સાઉથના સુપરસ્ટાર 'રોકી ભાઈ'ની એન્ટ્રી થઈ પાક્કી! 1 - image

Yash Play Role Of Ravana In Ramayana : ચાહકો નિતેશ તિવારી નિર્દેશિત ફિલ્મ રામાયણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની ઘોષણા થયા પછી તેની કાસ્ટ અને અન્ય માહિતી ધીમે ધીમે બહાર આવી રહી છે. અત્યાર સુધીમાં માત્ર રણબીર કપૂર અને સાઈ પલ્લવીના પાત્રોની પુષ્ટિ થઈ હતી. અને બીજા નામો પર માત્ર અનુમાન જ લગાવવામાં આવી રહ્યું હતું.

હવે અન્ય એક અભિનેતાએ પોતાના પાત્રની પુષ્ટિ કરી છે. ઘણાં સમયથી સમાચાર આવી રહ્યા હતા કે સાઉથનો એક્ટર યશ આ ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવી શકે છે. હવે અભિનેતાએ પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે. આ દરમિયાન તેણે KGFના ત્રીજા ભાગ વિશે પણ વાત કરી હતી. 

એક ઇન્ટરવ્યૂમાં યશે જણાવ્યું હતું કે, 'KGF 3 ચોક્કસપણે બનશે, 'હું વચન આપું છું. પરંતુ અત્યારે હું બે પ્રોજેક્ટ્સ 'ટોક્સિક' અને 'રામાયણ' પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. KGFના નિર્દેશક પ્રશાંત નીલ સાથે મારી ચર્ચા ચાલી રહી છે. પરંતુ સમય યોગ્ય હોવો જોઈએ. અમે તેના વિશે વાત કરતા રહીએ છીએ. અમારી પાસે એક શાનદાર આઈડિયા છે. અમારે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ફ્રેન્ચાઈઝી ત્રીજી ફિલ્મને ચાહકો માટે વધુ વિશેષ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. દર્શકોએ અમને ઘણું બધું આપ્યું છે. અમે એવી ફિલ્મ બનાવવા માંગીએ છીએ જેના પર તેઓ ગર્વ કરી શકે. રોકી ભાઈનું પાત્ર ખૂબ લોકપ્રિય બન્યું હતું.' 

'રામાયણ' ફિલ્મમાં પોતાની ભૂમિકા વિશે વાત કરતાં યશે કહ્યું કે,' હું આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પાત્રને એક પાત્રની જેમ ટ્રીટ કરવામાં આવે એ જરૂરી છે. જો આજે આવું નહીં થાય તો ફિલ્મ નહીં બને. આ પ્રકારના બજેટ સાથે ફિલ્મ બનાવવા માટે તમારે તે પ્રકારના કલાકારોને સાથે લાવવાની જરૂર છે.'

આ પણ વાંચો : બિગ બોસની વધુ એક જોડી વચ્ચે પ્રેમ પાંગર્યો, રિલેશન કર્યા કન્ફર્મ, અભિનેત્રીને પસંદ નથી બોયફ્રેન્ડનો ગુસ્સો

આ ફિલ્મના અન્ય પાત્રોની વાત કરીએ તો રણબીર કપૂર 'રામ'ના અને સાઈ પલ્લવી 'માતા સીતા'ના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા સની દેઓલ 'હનુમાન'ના રોલમાં જોવા મળશે. આ સિવાય 'સુપર્ણખા'ના રોલ માટે કુબ્રા સેઠનું નામ અને 'કૈકેયી' માટે લારા દત્તાનું નામ સામે આવી રહ્યું છે. આ સિવાય રવિ દુબે 'લક્ષ્મણ'નું પાત્ર ભજવી શકે છે.

રણબીરની રામાયણને મળ્યો 'રાવણ', સાઉથના સુપરસ્ટાર 'રોકી ભાઈ'ની એન્ટ્રી થઈ પાક્કી! 2 - image

Tags :