Updated: May 25th, 2023
![]() |
Image:Instagram |
સાઉથના સુપરસ્ટાર અજિથ તેની શ્રેષ્ઠ ફિલ્મો માટે જાણીતા છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તે ખૂબ જ સારા બાઇક રાઇડર પણ છે. બાઇક પ્રત્યેનો તેમનો શોખ એવો છે કે હાલમાં તે બાઇક પર જ વર્લ્ડ ટુર પર નીકળ્યા છે. હાલ તે નેપાળમાં છે. આ પછી તે ભૂટાન જશે અને યાત્રા પૂર્ણ કરીને પરત ફરશે. આ ટુર દરમિયાન અજિથ તેના ફેનને સુપરબાઈક ગિફ્ટ કરવાને કારણે ચર્ચામાં આવ્યા છે. તેણે તેના ફેન સુગત સતપથીને 12 લાખ રૂપિયાથી વધુ કિંમતની BMW એડવેન્ચર સુપરબાઈક ગિફ્ટમાં આપી છે. તેની ફોટો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
અજિથ મારા મોટા ભાઈ સમાન છે
બાઈક ગિફ્ટમાં મળ્યા પછી અજિથના ફેન સુગતે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરી કેપ્શનમાં લખ્યું કે અજિથે તેને નેપાળ ભૂટાન પ્રવાસમાં જોડવાનું વચન આપ્યું હતું. તેણે એક્ટરનો આભાર માન્યો અને કહ્યું કે અજિથ તેના માટે મોટા ભાઈ સમાન છે. અજિથ સાથે ઘણા માઈલ સુધી બાઇક ચલાવવા માંગે છે.
અજિથ કરી રહ્યો છે આગામી ફિલ્મની તૈયારી
અજિથ છેલ્લે થુનીવુમાં જોવા મળ્યો હતો, જેમાં મંજુ વોરિયર, સમુથિરકાની અને અજય મુખ્ય ભૂમિકામાં હતા. એચ વિનોદ દ્વારા નિર્દેશિત અને બોની કપૂર દ્વારા નિર્મિત આ ફિલ્મને ક્રિટીક્સ તરફથી મિક્સ રિવ્યુ મળ્યા હતા. અજિથ હવે તેની આગામી ફિલ્મ 'એકે 62'ની તૈયારી કરી રહ્યો છે.