Get The App

સાઉથ સ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ Raja Saab નો ફર્સ્ટ લુક રિલીઝ

Updated: Jan 15th, 2024

GS TEAM

Google News
Google News
સાઉથ સ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ Raja Saab નો ફર્સ્ટ લુક રિલીઝ 1 - image


Image Source: Facebook

મુંબઈ, તા. 15 જાન્યુઆરી 2024 સોમવાર

સાઉથ સ્ટાર પ્રભાસે મકર સંક્રાંતિ પર પોતાના ચાહકોને ગુડ ન્યૂઝ આપ્યા છે. પ્રભાસે 15 જાન્યુઆરીએ સવારે 07.09 મિનિટ પર પોતાની આગામી ફિલ્મ 'રાજા સાબ'નું ફર્સ્ટ લુક રિલીઝ કર્યું. પ્રભાસ આ પોસ્ટરમાં લૂંગી પહેરેલા નજર આવી રહ્યા છે.

પ્રભાસના બેકગ્રાઉન્ડમાં ગલી અને ખૂબ આતિશબાજી જોવા મળી રહી છે અને તેઓ આગળ વધતા નજર આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ પોતાની લૂંગીને બાંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેના કારણે તે હવામાં લહેરાતી જોવા મળી રહી છે. પ્રભાસના લુકને જોઈને એવુ લાગી રહ્યુ છે કે તેઓ ગલીના બાદશાહ ટાઈપનો કોઈ રોલ કરી રહ્યા છે. ચાહકો પ્રભાસની આ પોસ્ટ બાદ ખૂબ કમેન્ટ રહી રહ્યા છે. ઘણા સમય બાદ પ્રભાસને આ અંદાજમાં જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે.

Tags :