Get The App

રણવીરની પ્રલયમાં સાઉથની હિરોઈન કલ્યાણીની એન્ટ્રી

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
રણવીરની પ્રલયમાં સાઉથની હિરોઈન કલ્યાણીની એન્ટ્રી 1 - image

- કલ્યાણી પ્રિયદર્શનની આ પહેલી બોલિવુડ ફિલ્મ  હશે

- અગાઉ આ ફિલ્મમાં હિરોઈન તરીકે આલિયા ભટ્ટનું નામ ચર્ચાયું હતું

મુંબઈ: રણવીર સિંહની આગામી ફિલ્મ 'પ્રલય'માં તેની હિરોઈન તરીકે સાઉથની કલ્યાણી પ્રિયદર્શનની એન્ટ્રી થઈ હોવાનું કહેવાય છે.

 દુલકીર સલમાનની 'લોકાહઃ ચેપ્ટર વન' ફિલ્મથી જાણીતી બનેલી કલ્યાણીની આ પહેલી બોલિવુડ મૂવી હશે.

હંસલ મહેતાના પુત્ર રાજ મહેતા આ  ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. ભારે ભરખમ વીએફએક્સ ધરાવતી આ ફિલ્મનું બજેટ બહુ મોટું હોવાનુ કહેવાય છે. 

અગાઉ આ ફિલ્મમાં હિરોઈન તરીકે આલિયા ભટ્ટ સાથે વાતચીત ચાલી રહી હોવાની અટકળો પ્રસરી હતી. જોકે, 'લોકાહઃ ચેપ્ટર વન' મલયાલમ ફિલ્મની તાજેતરના સમયની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ બન્યા બાદ નિર્માતાઓનું કલ્યાણી તરફ ધ્યાન ગયું  હતું. કલ્યાણીએ પણ સમગ્ર ભારતમાં ફેન બેઝ વિસ્તારવા માટે આ ફિલ્મ પસંદ કરી હોવાનું કહેવાય છે.