Get The App

દક્ષિણની અભિનેત્રીકીર્ર્તિ સુરેશ બોલીવૂડમાં ડેબ્યુ કરવા તૈયાર

Updated: Jul 18th, 2023

GS TEAM

Google News
Google News
દક્ષિણની અભિનેત્રીકીર્ર્તિ સુરેશ બોલીવૂડમાં ડેબ્યુ કરવા તૈયાર 1 - image


- પહેલી ફિલ્મ વરુણ ધવન સાથે હશે

- ફિલ્મનું ટાઈટલ નક્કી નહીં ઃ નવેમ્બર સુધીમાં શૂટિંગ પૂર્ણ કરી આવતાં વર્ષે રજૂ કરાશે

મુંબઇ: દક્ષિણની અભિનેત્રી કીર્તિ સુરેશ બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે. તેની પહેલી ફિલ્મનો હિરો વરુણ ધવન હશે. 

 તમિલ સિનેમાના ડાયરેકટર ક્લીસના દિગ્દર્શનમાં  બનનારી આ ફિલ્મ એકશન એન્ટરટેનર હશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિને મુંબઇમાં શરૂ કરવામાં આવશે અને નવેમ્બરમાં શૂટિંગ પુરુ કરી દેવાની યોજના છે. આ ફિલ્મને આવતા વરસે એટલે કે ૨૦૨૪માં ૩૧ મેના રોજ રિલીઝ કરવાની તૈયારી છે. જોકે હજી સુધી આ ફિલ્મનું  ટાઈટલ નક્કી કરાયું નથી. એક દાવા અનુસાર  વરુણ ધવનની આ ફિલ્મ થલાપતિ વિજયની હિટ ફિલ્મ 'થેરી'ની હિંદી રીમેક છે. જેનું  દિગ્દર્શન  પણ એટલી કુમારનું હતું. 

Tags :