મુંબઇ, તા.21 જુલાઈ 2020, મંગળવાર
લોકડાઉન દરમિયાન સેંકડો શ્રમિકોને ઘરે પહોંચાડનારા બોલીવૂડ સ્ટાર સોનુ સુદ ફરી એક વખત ચર્ચામાં છે.
સોનુ સુદે આ વખતે વિદેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ તરફ મદદનો હાથ લંબાવ્યો છે.મધ્ય એશિયાના કિર્ગિસ્તાન દેશની રાજધાની બિશ્કેકમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા લાવવા માટે સોનુ સુદે ચાર્ટર વિમાન મોકલવાનુ નકકી કર્યુ છે.
સોનુએ ટ્વિટ કરતા કહ્યુ હતુ કે, બિશ્કેકમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, હવે તમારો ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો છે.બિશ્કેકથી વારાણસીની પહેલી ચાર્ટર ફ્લાઈટ 22 જુલાઈએ ઉડાન ભરશે.તમને મારા મોબાઈલ અને ઈમેઈલ પર વધુ જાણકારી આપવામાં આવશે.અન્ય રાજ્યો માટે પણ ચાર્ટર ફ્લાઈટની વયવસ્થા કરવામાં આવશે.
સોનુની જાહેરાત બાદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ભાવુક થઈ ગયા છે.વિદ્યાર્થીઓ સોનુ માટે દુઆ માંગી રહ્યા છે.


