સોનૂ સૂદે વિશેષ ફ્લાઇટથી 180 જણાને દહેરાદૂન રવાના કર્યા
- સોનૂ સૂદ પરપ્રાંતીયોને ઘર ભેગા કરવાનું સદકાર્ય કરી રહ્યો છે
- જેમાં મોટા ભાગની એવી મહિલાઓ હતીજેમના માટે બસ અથવા ટ્રેનની લાંબી મુસાફરી શક્ય નહોતી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 6 જૂન 2020, શનિવાર
કોરોના મહામારીના લોકડાઉન દરમિયાન સોનૂ સૂદ પરપ્રાંતીયોને ઘર ભેગા કરવાનું સદકાર્ય કરી રહ્યો છે. હાલમાં જ તેણે ૧૮૦ લોકોને મુંબઇથી વિશેષ ફ્લાઇટમાં દહેરાદૂન મોકલ્યા.
પાંચમી જૂને સોનૂ સૂદ મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તેણે ૧૮૦ લોકોને એર એશિયાની ફ્લાઇટ દ્વારા ઉત્તરાખંડના દહેરાદૂન મોકલ્યા હતા. આ ફ્લાઇટ પાંચમીના રોજ બપોરે ૧.૪૦ વાગે મુંબઇથી રવાના હતી. સોનૂ અને તેની મિત્ર નીતિ ગોયલ બન્ને એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વિશેષ વિમાનમાં વધુ સંખ્યામાં મહિલાઓ જોવા મળી હતી જેમાં વયોવૃદ્ધ તેંજ ગર્ભવતી મહિલાઓ તથા નાના બાળકો સાથેની મહિલાઓ હતી.
એક વાતચીત દરમિયાન નીતિએ જણાવ્યું હતુ ંકે, અમારી પ્રાથમિકતા આ ફ્લાઇટમાં મુંબઇમાં ફસાયેલી મહિલાઓને દહેરાદૂન પોતાના ઘરે પહોંચાડવાની હતી. જેઓ બસ અથવા ટ્રેન દ્વારા લાંબી સફર કરી શકે નહીં.આમાંની ઘણી મહિલાઓ સાથે તેમના પતિ પણ હતા પરંતુ અમે તેમને વિમાનની બદલે બસથી રવાના કર્યા હતા.