Get The App

સોનૂ સૂદ હાલ ગૂગલ ટ્રેન્ડ પર સૌથી વધુ સર્ચ થઇ રહેલો અભિનેતા

- આ બાબતે તેણે સલમાન ખાનને પણ પાછળ છોડી દીધો

Updated: Jun 4th, 2020

GS TEAM

Google News
Google News
સોનૂ સૂદ હાલ ગૂગલ ટ્રેન્ડ  પર સૌથી વધુ સર્ચ થઇ રહેલો અભિનેતા 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.  3 જૂન 2020, બુધવાર

કોરોના મહામારી દરમિયાન પ્રવાસી મજૂરો માટે મસીહા બનેલો સોનૂ સૂદ લોકોના દિલો પર  આજે રાજ કરી રહ્યો છે.લોકડાઉનના કારણે ફસાયેલા લોકોને ઘર ભેગા કરવા માટે સોનૂને બહુ આશીર્વાદ મળી રહ્યા છે. એટલું જ નહીં તેણે લોકપ્રિયતામાં સલમાન ખાનને પાછળ છોડી દીધો છે. જેનો પુરાવો ગૂગલે આપ્યો છે. 

સોનૂ હાલ ગૂગલ પર સૌથી વધુ આગળ ચાલી રહ્યો છે. તેના માટે લોકોને વધુને વધુ જાણવાની ઇચ્છા થાય છે. તેના વિશે લોકો માહિતી મેળવી રહ્યા છે. કોઇ શક નથી કે લોકડાઉનમાં સોનૂ હીરો નંબર વન બન્યો છે. સોનૂ હાલ સોશિયલ મીડિયા પર ભાઇ ના ટાઇટલથી ટ્રેન્ડ કરી રહ્યો છે. 

સલમાન ખાન હાલ પનવેલમાં છે અને ત્યાંથી પોતાની એકટિવિટિઓ સોશિયલ મીડિયા પર મુકી રહ્યો છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં લોકોને સોનૂના કામ વિશે વધુ જાણવામાં રસ છે. સોનૂને લઇને લોકો , સોનૂ સૂદ હેલ્પલાઇન મંબર, સોનૂ સૂદની બસો ઉપડવાની છે, સોનૂ સૂદ પ્રવાસી મજૂરોની મદદ કરી રહ્યો છે. આજે લોકો બોલીવૂડ સ્ટારના સ્થાને રિયલ લાઇફ હીરો માટે જાણવા વધુ ઉત્સુક છે. 

સોનૂએ અત્યાર સુધી હજારો મજૂરોને ઘર ભેગા કર્યા છે. તેણે મુંબઇમાં ફસાયેલા શ્રમિકો માટે બસોની સગવડ કરીને કર્ણાટક, ઝારખંડ, ઉત્તર પ્રદેસ મોકલ્યા છે. એટલું જ નહીં છેલ્લે તેણે ૮૦૦ મજૂરોને શ્રમિક ટ્રેન દ્વારાઉતત્ર પ્રદેશના પ્રયાગરાજ, આજમગઢ, જોનપુર અને હાજીપુર પ્રવાસીઓને  રવાના કર્યા હતા. તે થાણા સ્ટેશન પર જોવા મળ્યો હતો. જોકે આ મજૂરોનો ખરચો રેલવેએ ઉપાડયો હતો. તેણે કેરળના એક ગામમાં ફસાયેલી ૧૭૭ યુવતીઓને વિમાન દ્વારા ભુવનેશ્વર પહોંચાડી હતી.

Tags :