સોનૂ સૂદ ફરી પ્રવાસી મજૂરોની મદદે આગળ આવ્યો
- આ વખતે સફરમાં ઘાયલ અને મૃત્યુ પામેલા 400 પ્રવાસી મજૂરોના પરિવારોને મદદ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 13 જુલાઈ 2020, સોમવાર
કોરોના વાયરસને કારણે લોકડઉનમાં સૌથી વધુ તકલીફ પ્રવાસી મજૂરોને પડી છે. તેઓ પોતાના ઘરે પહોંચવા માટે ચાલતા નીકળી પડયા હતા. એવામાં સોનૂએ તેમને ઘરે પહોંચાડવાનું બીડુ લીધુ હતું. તેણે આ શ્રમિકોને ઘર પહોંચાડતી વખતે સાથે ભાતું પણ આપ્યું હતું. ચારેબાજુથી સોનૂના આ સદકાર્યને વખાણવામાં આવ્યું હતું. હવે લોકડાઉન ખુલ્યા પછી સોનૂ પ્રવાસી મજૂરોની ફરી મદદે આવ્યો છે.
સોનૂએ જણાવ્યું હતું કે, મેં ફેંસલો કર્યો છે કે જે પ્રવાસી મજૂર સફર દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે અથવા તો અવસાન પામ્યો છે તેમના પરિવારને એક સુરક્ષિત ભવિષ્ય આપવું.એમની મદદ કરવી એ મને મારી જવાબદારી સમાન લાગે છે.
વાસ્તવમાં લોકડાઉન ખુલ્યા પછી જ્યારે મજૂરો ચાલતા પોતાના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં તેઓ સફર દરમિયાન ઘાયલ થયા હતા અથવા તો તેમનું મૃત્યુ નિપજ્યું હતું. એવા ૪૦૦ પ્રવાસી મજૂરોના પરિવારોને મદદ માટે સોનૂ ફરી એક વખત આગળ આવ્યો છે. તેણે તેની મિત્ર નીતિ ગોયલ સાથે જે મજૂરોના પરિવારોને કોઇ આવક નથી તેમને મદદ કરવાનો છે.
આ ઉપરાંત સોનૂ અને તેનું ગુ્રપ પ્રવાસી મજૂરોના બાળકોનું શિક્ષણ અને તેમનું ઘર બનાવાનો ખર્ચો પણ ઉપાડશે. સોનૂએ આ મુદ્દા પર કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે.
સોનૂ અને તેની ટીમ હાલ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના અધિકારીઓના સંપર્કમાં છે. જે મજૂરો ઇજા પામ્યા છે અથવા તો જેના નિધન થયા છે તેમનો પૂરા ડેટા મંગાવ્યો છે. આ ડેટામાં તેમના પરિવારોનું સરનામુ અને બેન્ક ડીટેલ્સ પણસામેલ હશે.
ઉલ્લેખનીય છે કે સોનૂએ સોશિયલ મીડિયા પર પોતાની ટીમના નંબર પણ મુક્યા હતા. હજી સુધી લોકો આ નંબરો અને સોશિયલ મીડિયા દ્વારા સોનૂ પાસે મદદ માંગી રહ્યા છે.